બનાસકાંઠાની તમામ કોર્ટોમાં આ તારીખના રોજ લોક અદાલત યોજાશે

Share

રાષ્ટ્રીલય કાનૂની સેવા સત્તા મંડળ-નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ-અમદાવાદના માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ-પાલનપુરના ઉપક્રમે પાલનપુરની કોર્ટો અને બનાસકાંઠા જીલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં સને-2021ની બીજી નેશનલ લોક અદાલતનું તા. 11 સપ્ટેમ્બર-2021ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

[google_ad]

જેમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને લગતા કેસો, બેંકને લગતા દાવા, વાહન અકસ્માત વળતરને લગતા દાવા, લગ્ન જીવનની તકરારને લગતા કેસો, મજદુર તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી અને વીજળીને લગતા કેસો, મહેસુલી દાવા અને દીવાની તકરારના દાવાઓ સમાધાન માટે મૂકી શકાય છે.

[google_ad]

જે કોઇપણ પક્ષકાર ભાઇ-બહેનો તેમના સમાધાન પાત્ર કેસ સમાધાન માટે મૂકવા માંગતા હોય તેઓએ જાતે અથવા તેમના એડવોકેટ મારફતે તેમના કેસોની વિગત સહીત જે તે કોર્ટનો સંપર્ક કરવા અને તાલુકાના કોર્ટના કેસો માટે જે તે તાલુકા કોર્ટનો સંપર્ક કરવા બનાસકાંઠા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-પાલનપુરના સચિવ આર. આર. ઝીમ્બાએ જણાવ્યું છે.

 

From – Banaskantha Update


Share