કલેક્ટર અને ડી.ડી.ઓ. દ્વારા નળાસરમાં 1600 વૃક્ષોના “બિલેશ્વર પીપળ વન”નો શુભારંભ કરાયો

Share

41 દંપતિઓ સહીત કલેક્ટર, ડી.ડી.ઓ., વડીલો અને યુવાનોએ વૃક્ષપૂજન કરી ગ્રીન કમાન્ડોના સંકલ્પ લઇ વૃક્ષો વાવ્યા.

 

સોમવતી અમાસ અને શ્રાવણના છેલ્લા સોમવાર નિમિતે વડગામ તાલુકાના નળાસર ગામમાં ગ્રામ પંચાયત, મનરેગા અને આર્યા વ્રત નિર્માણના સંયુક્ત ઉપક્રમે 1600 વૃક્ષોના વાવેતર અને ઉછેરનો “બિલેશ્વર પીપળ વન” કાર્યક્રમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

[google_ad]

સવારે કલેક્ટર, ડી.ડી.ઓ. સ્વન્પીલ ખરે, વન પંડીત નિલેશ રાજગોર, મામલતદાર, ટી.ડી.ઓ. સહીત ગામના 41 દંપતિઓ, વડીલો અને યુવાનોએ એક સાથે વૃક્ષોનું પૂજન કરી પર્યાવરણ જાળવણી અને રાષ્ટ્રને બળવાન બનાવતાં સંકલ્પ કરી વૃક્ષારોપણ કર્યું હતું.

[google_ad]

કલેક્ટર આનંદ પટેલે પીપળાના વૃક્ષ અને દેશી કુળના વૃક્ષોનું મહત્વ સમજાવી પોતાના વક્તવ્યમાં ગામના યુવાનોની એકતા, મહેનત અને કોરોના ગાઇડલાઇનના પાલન માટે સમગ્ર ગામને બિરદાવ્યું હતું. જ્યારે પોતાની ગ્રાન્ટમાંથી યુવાનોના નેતૃત્વમાં રૂ.5 લાખ ગામના વિકાસ માટે ગ્રામ પંચાયતને ફાળવવાની જાહેરાત કરી હતી.

[google_ad]

ડી.ડી.ઓ. સ્વન્પીલ ખરે દ્વારા પણ નળાસર ગામને વૃક્ષો માટેના પ્રેમને બિરદાવી આ વૃક્ષોને ગામની સંપત્તિ ગણી 20-25 વર્ષ પછી પણ સુરક્ષિત ઉભા રાખવા જણાવ્યું હતું અને મનરેગા સહીત ગામના વિકાસ માટેની સરકારની દરેક યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું.

[google_ad]

આર્યા વ્રત નિર્માણના પ્રમુખ અને વન પંડીત નિલેશ રાજગોર દ્વારા ગામના યુવાનોને બિલેશ્વર પીપળ વનના સફળ નિર્માણ દ્વારા સમગ્ર વડગામ તાલુકામાં દરેક ગામમાં પણ આવા પીપળ વન નિર્માણ કરી પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણ એવમ સંવર્ધન માટે આહવાન કરાયું હતું. યુવાનો અને વડીલોના પર્યાવરણ પ્રત્યેના પ્રેમને બિરદાવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગામના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. કલેક્ટર સહીત સૌ મહેમાનોને બિલેશ્વર મહાદેવનો ફોટો, શાલ, પુસ્તક અને પીપળો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share