અમીરગઢના અજાપુર વાંકા ગામે એક ખેતરના શેઢા પરથી 2 ચંદનના વૃક્ષોની ચોરી

Share

બનાસકાંઠા જિલ્લાના અજાપુર વાંકા ગામે એક ખેતરના શેઢા પરથી 2 ચંદનના વૃક્ષોની ચોરી થવાની ઘટના સામે આવી છે. ખેડૂતે 500 જેટલા ચંદનના વૃક્ષોનું વાવેતર કર્યું છે. ત્યારે ખેતરના શેઢા પરથી 2 ચંદનના વૃક્ષો કાપી કોઈ અજાણ્યા ઈસમો લઈ જતા ખેતર માલિકે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

[google_ad]

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અજાપુર વાંકા ગામે ખેતી કરતા મૂળજી ભાઈ દેસાઈએ વિકાસ વાડીમાં 11 વર્ષ પહેલાં 500 જેટલા ચંદનના વૃક્ષોનું વાવેતર કર્યું હતું. હાલમાં તે ચંદનના વૃક્ષોની ઊંચાઈ પચીસથી ત્રીસ ફૂટ જેટલી છે. જે મૂળજીભાઈના સાથે રહી ચોકીદાર જયેશભાઇ પણ સાચવણી કરી રહ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

[google_ad]

જયેશભાઇ સવારના સુમારે ખેતરમાં ગયા ત્યારે ખેતરના શેઢા ઉપર ચંદનના ઝાડોમાંથી બે ઝાડ કોઈ ઈસમો કાપીને ચોરી ગયા હોવાનું માલુમ પડતા જયેશભાઇએ મુળજીભાઈને તાત્કાલિક જાણ કરતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અમીરગઢ પોલીસ સ્ટેશનમાં 2 લાખની કિંમતના 2 ચંદનના વૃક્ષોની ફરિયાદ નોંધાવી હતી. અમીરગઢ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યાં ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share