ડીસા કોર્ટના જજનું ફેસબુક એકાઉન્ટ હેક થતાં ફરિયાદ નોધાઇ

Share

ડીસાની સેશન કોર્ટના જજનું ફેસબુક એકાઉન્ટ હેક કરી તેમના નામનો ફેક એકાઉન્ટ બનાવી તેમના મિત્રો તેમજ સંબંધીઓ જોડે પૈસાની માંગણી કરતા જજે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

advt

[google_ad]

ડીસાની સેશન્સ કોર્ટમાં ફરજ બજાવતાં પાંચમાં એડિશનલ સિવિલ જજ અને મેજિસ્ટ્રેટ ફ.ક.એ. ટી. તિવાડીનું જનરલ ફેસબુક એકાઉન્ટ કોઈ અજાણ્યા શખ્શે હેક કરી દીધું હતું અને તેના દ્વારા તેમના ફોટા અને હોદ્દાનો દુરુપયોગ કરી નવું facebook એકાઉન્ટ બનાવ્યું હતું અને તેના દ્વારા જજના મિત્રો અને સંબંધીઓ પાસે પૈસાની માંગણી કરવામાં આવી હતી.

[google_ad]

હેકરે આ જજના સાથી એવા ડીસાના બીજા એડિશનલ સેશન્સ જજ બીજી દવેના પટાવાળા જોષી ભાઈ જોડે પણ 70 હજારની માગણી કરી હતી જે પૈસા જોશી ભાઈએ તેમના એકાઉન્ટમાં જમા કરતા તેમને પૈસા માગણી જાણ થઈ હતી જેથી આ બાબતે જજે તુરંત જ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં આ શખ્સ વિકી મીણા રાજસ્થાનનો રહેવાસી હોવાનું અને સરકારી નોકરી કરતો હોવાનું facebookમાં અપલોડ કરતા તેઓ ઓળખતા હોવાનું જણાવ્યું હતું આ બાબતે પોલીસે આઇ.ટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share