ડીસાના જોખમનગરમાં વીજ કરંટ લાગતા જી.ઈ.બી કર્મચારીનું મોત

Share

આજરોજ ડીસાના જોખમ નગર વિસ્તારમાં જી.ઈ.બીનો કર્મચારી વિજ લાઈનનું કામકાજ કરી રહ્યો હતો તે સમયે અચાનક વીજ લાઈનમાંથી કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું.

 

[google_ad]

ડીસા શહેરના જોખમનગર વિસ્તારમાં વીજ લાઈનનું કામકાજ કરી રહેલા જી.એ.બીના કર્મચારીને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. ડીસા શહેરમાં હાલમાં વરસાદની ઋતુ ચાલતી હોવાના કારણે અત્યાર સુધી અનેક લોકોને વીજ કરંટ લાગતા મોત નિપજ્યા છે ત્યારે આવો જ એક વધુ બનાવ આજે ડીસાના જોખમ નગર વિસ્તારમાં બનવા પામ્યોહતો.

[google_ad]

ડીસા ખાતે કાર્યરત જી.ઈ.બીમાં કામ કરતા પ્રકાશભાઈ લવજીભાઈ નાઈ રહે દેવસરી વાળાઓ આજરોજ ડીસાના જોખમ નગર વિસ્તારમાં વીજ લાઈનનું કામકાજ કરી રહ્યા હતા તે સમયે અચાનક બીજ લાઇનમાંથી કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે તેમને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

[google_ad]

જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગેની જાણ તેમના પરિવારજનોને કરતા તેઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોતાના ભાઇનું વીજ કરંટ લાગવાથી મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી પ્રકાશભાઈના મૃત્યુ બાદ જીઈબી સ્ટાફ પણ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો અને પોલીસે આ અંગે ક્લાસને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share