ડીસામાં મુસ્લિમ સમાજના ધર્મગુરૂ અને નગરસેવકો સાથે માંસાહારીની દુકાનના સંચાલકોની બેઠક યોજાઇ

Share

ડીસાના ગવાડી વિસ્તારમાં મુસ્લિમ સમાજના ધર્મગુરૂ મોહંમદઅલી બાવા અને નગર સેવકો સાથે માંસાહારીની દુકાનના સંચાલકોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પવિત્ર શ્રાવણ માસના સોમવાર અને જૈન ધર્મનું પર્યુષણ દરમિયાન માંસાહારીની દુકાનો બંધ રાખવા અપિલ કરતાં ધર્મગુરૂ અને દુકાન માલિકો દ્વારા સામૂહીક નિર્ણય લઇને કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

[google_ad]

ડીસા શહેરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પણ માસ મટનની દુકાનો અને માંસાહારીની હોટલો ધમધમતી હોવાની હિન્દુ સંગઠનોની ફરિયાદ બાદ આગેવાનોએ આ દુકાનો બંધ રાખવા પ્રયાસો શરૂ કર્યાં હતા. જેમાં ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ માળીએ બુધવારે મુસ્લિમ સમાજના ધર્મગુરૂ સૈયદ મોહંમદઅલી બાવાના નિવાસસ્થાને મુસ્લિમ કોર્પોરેટરો અને માંસાહારીની દુકાનોના સંચાલકો સાથે બેઠક યોજી હતી.

[google_ad]

 

જેમાં બંને સમાજ એકબીજાના ધર્મનું સન્માન કરે, તહેવારોના સમયમાં ભાઇચારો અને સોહાર્દનું વાતાવરણ બની રહે તેવી અપિલ કરતાં વેપારીઓએ એક સૂરે શ્રાવણ માસના બાકીના સોમવાર અને જૈનોના પવિત્ર તહેવાર પર્યુષણ દરમિયાન કતલખાના, માંસ મટનની દુકાનો અને માંસાહારીની હોટલો બંધ રાખવાનો સામૂહીક નિર્ણય કર્યો હતો.

From –Banaskantha Update


Share