કષ્ટભંજનદેવ હનુમાનજીને 100 પ્રકારની ચોકલેટનો દિવ્ય શણગાર કરાયો

Share

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર શ્રાવણના શનિવારને લઈ આજરોજ તા.21/8/2021ના રોજ વિવિધ પ્રકારની 100 જેટલી ચોકલેટનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

[google_ad]

સ્વામી ધર્મકિશોરદાસજી, શાસ્ત્રી સ્વામી હરીપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા), કોઠારી વિવેકસાગર દાસજી સ્વામીએ શણગાર કરી, આરતી ઉતારવામાં આવી હતી.

[google_ad]

હનુમાજી દાદાને વિવિધ પ્રકારની 100 જેટલી અવનવી ચોકલેટનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો આમ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દરરોજ અવનવા શણગાર કરવામાં આવી રહ્યા છે. હનુમાનજીદાદાને ધરાવવામાં આવેલા અવનવી પ્રકારની ચોકલેટનો શનિવાર નિમિતે ભાવિકો રૂબરૂ દર્શનનો લાભ લીધો હતો અને તેમજ દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ હનુમાનજીદાદાના દિવ્ય શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

From – Banaskantha Update


Share