પાટણમાં સ્પોટૅ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બહેનોની સાઇકલ રેલી યોજાઈ

Share

પાટણ રમત-ગમત સંકુલ જીમખાના ખાતેથી ” આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત બહેનોની સાયકલ રેલીનું આયોજન સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શનિવારે બહેનોની સાઇકલ રેલી યોજાઈ હતી. જેમાં 100 જેટલી બહેનોએ સાઇકલ રેલીમાં ભાગ લીધો હતો.

[google_ad]

પાટણ જીલ્લા રમત-ગમત સંકુલ જીમખાના ખાતે સ્પોટૅ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા બે દિવસીય આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શનિવારે બહેનોની સાઇકલ રેલી યોજાઈ હતી. જેમાં સાઇકલ રેલીને નગરપાલિકા ઉપપ્રમુખ દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

[google_ad]

Advt

આ અંગે સિનિયર કોચ આનંદ નહેરાએ જણાવ્યું હતું કે, આ રેલીમાં 100થી વધુ બહેનો જોડાઈ હતી. આ સાયકલ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી.

 

From – Banaskantha Update


Share