કાંકરેજમાં કેનાલ નજીક આઇશર ટ્રક અને ડાલા વચ્ચે અકસ્માત સર્જાતાં 20 લોકો ઘાયલ

Share

કાંકરેજ તાલુકાના બુકોલી ગામની કેનાલ નજીક આઇશર ટ્રક અને જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં જીપડાલામાં સવાર 20 લોકોને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે 108 વાન મારફતે શિહોરી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

[google_ad]

જ્યારે ઇજાગ્રસ્ત સવારો ડીસા તાલુકાના બોડાલ ગામના હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શિહોરી પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે શિહોરી પોલીસે આઇશર ટ્રકના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના બુકોલી ગામની કેનાલ નજીક શનિવારે આઇશર ટ્રકના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં ધડાકાભેર જીપડાલા સાથે અથડાઇ હતી. જેમાં જીપડાલામાં સવાર 20 લોકોને નાની-મોટીઓ ઇજાઓ પહોંચતાં 108 વાન મારફતે શિહોરી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

[google_ad]

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે જીપડાલામાં ઇજાગ્રસ્ત સવારો ડીસા તાલુકાના બોડાલ ગામના હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે શિહોરી પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે શિહોરી પોલીસે આઇશર ટ્રકના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share