બનાસકાંઠાના સરહદી વિસ્તાર મોરવાડા ગામમાંથી ગુરૂવારની મોડી રાત્રે શંકાસ્પદ ગેરકાયદેસર બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો છે. જેમાં એસ.ઓ.જી.ની ટીમે બાયો ડીઝલ સહીત રૂ. 13.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે એક શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર બાયો ડીઝલનું વેચાણ મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે. જે અંતર્ગત જીલ્લા એસ.ઓ.જી. ની ટીમ ગઇકાલે પેટ્રોલિંગમાં હતી તે સમયે સૂઇગામ તાલુકાના મોરવાડા ગામમાં શંકાસ્પદ બાયો ડીઝલનો જથ્થો હોવાની માહિતી મળતાં જ એસ.ઓ.જી.ની ટીમે તપાસ હાથ ધરી હતી અને મોરવાડા ગામમાં આવેલ કે.કે.આર.સી. ઇન્ફો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાં તપાસ કરતાં ગેરકાયદેસર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ એટલે કે, બાયો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.
[google_ad]
જ્યારે પોલીસે 19,200 લીટરના જથ્થા સહીત કુલ રૂ. 13.44 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. બાયો ડીઝલનો જથ્થો જપ્ત કરી પ્લાન્ટ સંચાલક અનિલ મૂળચંદભાઇ જાટ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update