મોરીખાના છાત્રને તબીબ બનાવવાના નામે મુંબઈ મેડીકલ કોલેજના સંચાલકોએ રૂ. 60 લાખ પડાવ્યા

Share

બનાસકાંઠાના વાવ તાલુકાના મોરીખા ગામના એક ખેડૂત પુત્રએ મુંબઇની લોકમાન્ય તિલક મ્યુનિસિપલ મેડીકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ સાયન્સમાં એમ.ડી. ચામડીના ડોક્ટરનો અભ્યાસ કરવા માટે પ્રવેશ પ્રક્રિયા કરી હતી. જો કે, કોલેજના સંચાલકોએ તેના પિતા પાસેથી રૂ. 60 લાખ પડાવી યુવકને એડમિશન આપ્યું ન હતું. આ અંગે ખેડૂતે કોલેજના છ સંચાલકો સામે વાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મોરીખા ગામના હરસેંગભાઇ ખેમજીભાઇ ચૌધરીનો પુત્ર નરેન્દ્ર મેડીકલ લાઇનમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતો હતો.

[google_ad]

દરમિયાન મુંબઇની લોકમાન્ય તિલક મ્યુનિસિપલ મેડીકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ સાયન્સના છ સંચાલકોએ હરસેંગભાઇનો ટેલિફોનિક સંપર્ક કરી નરેન્દ્રને કોલેજમાં એમ.ડી. ચામડીના રોગના નિષ્ણાંત તબીબના અનુસ્નાતકના અભ્યાસક્રમમાં પ્રવેશ આપવામાં આવશે. તેમ કહીં આર.ટી.જી.એેસ. અને આંગડીયા મારફતે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રૂ. 60,00,000 નખાવ્યા હતા. જો કે, નરેન્દ્રને એડમિશન ન મળતાં વિશ્વાસઘાત થયો હોવાનું જણાતાં હરસેંગભાઇએ મુંબઇની મેડીકલ કોલેજના 6 સંચાલકો સામે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

Advt

મેડીકલમાં અનુસ્નાતક માટે પ્રવેશ અપાવવાના બહાને રેકેટ ચલાવતાં ઝડપાયેલા હકાલ પટ્ટી કરાયેલા ડેપ્યુટી ડીન ડો.રાકેશ રામનારાયણ વર્માને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેની અને લવ અવધકિશોર ગુપ્તાની ભરૂચ પોલીસે અટકાયત કરી હતી. જે કાર્યવાહી ચાલી રહી છે.

[google_ad]

 

ભરૂચમાં નોંધાયેલી ફરીયાદમાં જણાવ્યુ હતું કે, મેડીકલમાં પ્રવેશના નામે આ ટોળકી ઓછા રેન્કિંગવાળા વિદ્યાર્થીઓને શિકાર બનાવતી હતી. બેઠકો ભરાઈ ગયા બાદ જે તે કોલેજની ખાલી રહેલી બેઠકો ઉપર પ્રવેશના નામે ખેલ ખેલાતો હતો.

[google_ad]

 

આ ચિટર ટોળકી સામે ગુનો નોંધાયો
(1) ડો. રાકેશ વર્મા ( ડેપ્યુટી ડીન, લોકમાન્ય તિલક મ્યુનિસિપલ મેડીકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ સાયન્સ મુંબઇ )
(2) લવકુમાર અવધકિશોર ગુપ્તા (રહે. મુંબઇ)
(3) ડો. અખિલેશ (રહે. મુંબઇ)
(4) ડો. ધીરજ (રહે. મીરા રોડ, ઇસ્ટ-મુંબઇ)
(5) અવધકિશોર દાતારામ ગુપ્તા (મહાજન) ( રહે. પ્લોટ નં. 2962, ઉનીયારોકા રસ્તા, તીસરા ચોરાહા, ચાંદપોલ બજાર, જયપુર-રાજસ્થાન)
(6)અનુરાધા અવધકિશોર ગુપ્તા (મહાજન) ( રહે. પ્લોટ નં. 2962, ઉનીયારોકા રસ્તા, તીસરા ચોરાહા, ચાંદપોલ બજાર, જયપુર-રાજસ્થાન)

[google_ad]

 

ભરૂચની ભજ્જુવાલા સોસાયટીમાં રહેતાં અને નિવૃત્ત જીવન ગુજારતાં આદમ વલી પટેલના પુત્ર મોહસિને એમ.બી.બી.એસ. નો અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ તે અનુસ્નાતકની તૈયારીઓ કરી રહ્યો હતો. દરમિયાનમાં ગત વર્ષ જુલાઇ માસમાં એક શખ્સ તેમના મોબાઇલ પર ફોન કરી પોતાની રીતમ શર્મા તરીકેની ઓળખ આપી તેમની સાથે વાત કરી હતી. જેના વિશ્વાસમાં આવી આદમભાઇ પરિવાર સાથે મુંબઇ મેડીકલ કોલેજમાં ગયા હતા.

[google_ad]

 

જ્યાં ડો. રાકેશ વર્મા, લવકુમાર ગુપ્તા, વિશાલ રાદરીયા, મુકેશ મિશ્રા, આદિત્ય અને સાગર નામના શખ્સોને હોસ્પિટલના ડેપ્યુટી ડીન તેમજ હોસ્પિટલના અલગ-અલગ કર્મીઓ તરીકે ઓળખ કરાવી હતી. પહેલાં રૂ. 60 લાખમાં અને બાદમાં રૂ. 43 લાખમાં એડમિશન આપવાનું ફાઇનલ કર્યું હતું. જો કે, નાણાં લઇ એડમિશન આપ્યું ન હતુ. આદમભાઈએ ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકે માર્ચમાં ફરિયાદ નોંધાવી હતી. દેશભરમાં ટોળકી સામે મેડીકલમાં પ્રવેશના નામે લાખોની ઠગાઈ કરાયાના 8 થી 10 ગુના નોંધાયેલા છે.

 

From – Banaskantha Update


Share