ધાનેરામાં CNG ગાડીમાં આગ લાગતાં અફરા-તફરી

Share

પાંથાવાડા-ધાનેરા નેશનલ હાઇવે ઉપર વાલેર ગામ નજીક ગુરૂવારે સાંજના સુમારે સી.એન.જી. હોન્ડા સીટી ગાડીમાં આગ લાગતાં અફડા-તફડી સર્જાઇ હતી. જ્યારે ડ્રાઇવરે સમય સુચકતા વાપરીને સાઇડમાં ગાડી કરી તમામ લોકો ઉતરી ગયા હતા.

[google_ad]

આ અંગે ધાનેરા નગરપાલિકાના ફાયર-ફાઇટરને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જ્યારે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, પાંથાવાડા-ધાનેરા નેશનલ હાઇવે ઉપર વાલેર ગામ નજીક ગુરૂવારે સાંજના સુમારે સી.એન.જી. એક હોન્ડા સીટી ગાડીમાં અચાનક આગ લાગતાં ડ્રાઇવરે સમય સુચકતા વાપરીને સાઇડમાં ગાડી કરી તમામ લોકો ઉતરી ગયા હતા અને ગાડી ભડભડ સળગી જતાં લોકો દોડી આવ્યા હતા.

[google_ad]

ફાયર-ફાઇટરને જાણ કરતાં ધાનેરા નગરપાલિકાની ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી સતત પાણીનો ચલાવી આગ બૂઝાવી હતી. પરંતુ સી.એન.જી. ગાડી બળીને ખાખ થઇ ગઇ હતી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

[google_ad]

આ અંગે તપાસ કરતાં આ ગાડીમાં બેઠેલા લોકો ખીંમત ગામેથી ધાનેરા તરફ આવતા હતા અને તે દરમિયાન આ આગ લાગી હતી પરંતુ કોઇ લોકોને નુકશાન થયેલ નથી તેવું જાણવા મળ્યું હતું. જ્યારે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. ગાડીના માલિકને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

 

From – Banaskantha Update


Share