પાલનપુરમાં ઘેટા બકરા ભરેલી 2 ટ્રકો ઝડપાઈ, બચાવેલ તમામ ઘેટાં બકરાઓને કાંટ પાંજરાપોળમાં મુકાયા

Share

બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલ રાત્રે અમીરગઢથી પાલનપુર તરફ માર્ગ પર 2 ટ્રકમાં ક્રુરતા પૂર્વક ઘેટા બકરા ભરીને કતલખાને લઈ જતા હોવાનું જાણવા મળતા ડીસાના ધર્મેન્દ્ર ફોફાણીએ પોલીસને જાણ કરી પાલનપુરના એરોમાં સર્કલ પાસે બંને ટ્રકને રોકાવી વધુ કાર્યવાહી હાથ ધરી.

[google_ad]

બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે જેથી રાજસ્થાનમાંથી ગુજરાતમાં પશુઓ તેમજ અનેક ગેર પ્રવૃત્તિની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે ગત મોડી રાત્રે ડીસાના જીવદયા પ્રેમી તેમજ જાણીતા એડવોકેટ એવા ધર્મેન્દ્ર ફોફાણી ગઈ કાલે આબુ રોડથી ડીસા આવતા હતા.

[google_ad]

તે દરમિયાન અમીરગઢ પાસે એક ટ્રક નંબર GJ-24-V-7095 તેમની આગળ જતી હતી જેમાં ટ્રકની પાછળ લાકડાના પાટિયા લગાવેલ હતા. તે ટ્રકમાં ઘેટાં બકરાનો અવાજ આવતા ડીસાના ધર્મેન્દ્ર ફોફાણીએ તાત્કાલિક પાલનપુર કન્ટ્રોલ રૂમને જાણ કરતા પોલીસે પાલનપુરના એરોમાં સર્કલ નજીક ટ્રક નંબર GJ-24-V-7095ને ઉભી રખાવેલ ટ્રકને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનએ લાવેલ ત્યાર બાદ ટ્રક ચાલકને તેનું નામ પૂછતાં તેનું નામ શમસેરખાન દિલાવરખાન પઠાણ રહે.વાધણા તા.સિદ્ધપુર જી.પાટણવાળો હોવાનું જણાવેલ.

[google_ad]

તેમજ અન્ય 2 ઈસમો પણ ટ્રકમાં હતા તેની પાસે પશુઓની હેરાફેરીનું પરમીટ માંગતા તે દરમિયાન ગલ્લા તલ્લા કરવા લાગે એટલામાં પોલીસ સ્ટેશન સામે હાઇવે પર બીજી ટ્રક ઘેટાં બકરા ભરેલ જઈ રહી હોય તેવું જણાતા તે ટ્રક નંબર GJ-31-T-0341 તે પણ રોકાવી ટ્રક ચાલકનું નામ પૂછતાં તેનું નામ ગફુરખાન જમલખાન સિંધી રહે.તેજાકીબેરી.તા.સાયલા.જી.જાલોર.(રાજસ્થાન)તેમજ તેની સાથે અન્ય બે ઈસમ હતા.

[google_ad]

આ બને ટ્રક ચાલકને પાસ પરમીટ માંગતા ગલ્લા તલ્લા કરવા લાગે જે બાદ આ બે ટ્રકમાં જોતા કોઈ ઘાસ ચારો કે પાણી પણ ન હતું તેમજ કુરતા પૂર્વક ઘેટાં બકરા ભરેલા જોવા મળે તેમજ GJ-24-V-7095ના ચાલકને પૂછતાં તેને જણાવ્યું કે ઘેટાં બકરા જોધપુરથી ભરેલા છે દેવનાર કતલખાને લઈ જવાના છે.

[google_ad]

ત્યારે બીજા ટ્રક GJ-31-T-0341ના ચાલકને પૂછતાં તેણે જણાવ્યું કે સીણદરી જી.બાડમેર.રાજસ્થાનથી ભરેલા છે. દેવનાર કતલખાને લઈ જવાના છે. જેથી પોલીસે આ બંને ટ્રકોને ડીસાના રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે લાવેલ જ્યાં બને ટ્રકમાંથી ઘેટાં બકરા ઉતાર્યા ત્યારે બંને ટ્રકમાં કુલ 492 ઘેટાં બકરા નીકળ્યા જેમાંથી 4 ઘેટાં બકરા મૃત હાલતમાં મળેલ આમ કુલ 488 જેની કુલ કિંમત. 488,000ના ઘેટાં બકરાને કતલખાને જતા બચાવી કાંટ પાંજરાપોળ ખાતે લાવેલા.

[google_ad]

Advt

તેમજ બંને ટ્રક પણ કબજે લીધેલ જેની કિંમત 10 લાખ આમ કુલ 14,88,000ના મુદ્દામાલ કબજે કરી બંને ટ્રક ચાલક શમસેરખાન દિલાવરખાન પઠાણ રહે.વાધણા તા.સિદ્ધપુર જી.પાટણવાળો તેમજ ગફુરખાન જમલખાન સિંધી રહે.તેજાકીબેરી.તા.સાયલા.જી.જાલોર.(રાજસ્થાન)ના વિરોધ ડીસા ધર્મેન્દ્ર ફોફાણીએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share