પાલનપુર, ડીસા અને ધાનેરાના નવા બનેલા ઓવરબ્રિજ પર અંધારપટ છવાયો : લાઈટના પોલ લગાવવા કોઈએ એસ્ટીમેટ ન ભરતાં વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવી પડે છે

Share

સરકારે કરોડોના ખર્ચે બનાસકાંઠા જીલ્લાના પાલનપુર, ડીસા અને ધાનેરામાં નવા ઓવરબ્રિજના લોકાર્પણ કરી વાહવાહી મેળવી છે પણ હવે અહીં લાઈટના પોલ લગાવવા કોઈએ વીજ કંપનીમાં એસ્ટીમેટ ભર્યા નથી. આટલું ઓછું હોય એમ કરોડોના ખર્ચે બનેલા ત્રિશૂળીયા ઘાટ પર પણ બનેલા બંને સેલ્ફી પોઇન્ટ પર પણ લાઇટનું કોણ એસ્ટીમેન્ટ કોણ ભરે તેને લઇ વિવાદ સર્જાયો છે.

[google_ad]

 

પાલનપુરના માનસરોવર રેલવે ઓવરબ્રિજ 41 કરોડથી વધુની કિંમતે બન્યો ,ધાનેરાનો રેલવે ઓવરબ્રિજ 32 કરોડથી વધુની કિમતે તૈયાર થયો, જ્યારે ડીસાનો મહત્વકાંક્ષી નવીન ઓવરબ્રિજ પણ 250 કરોડ કરતા વધુ ખર્ચે તૈયાર થયો પરંતુ ત્રણેય નવીન ઓવરબ્રિજ પર રાત્રિના સમયે અજવાળા પાથરવાનું તંત્ર ભૂલી ગયું છે.

[google_ad]

Advt

બ્રીજ પરના વીજબિલ દર મહિને કોણ ભરે તેને લઈ કોઈપણ પ્રકારની જવાબદારી લેવા નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ કે નેશનલ હાઇવે ઓથોરિટી તૈયાર નથી. રાત્રિના સમયે અંધારાની ગર્તામાં ધકેલાઇ જતા નવા ઓવરબ્રિજ પરથી પસાર થવું અત્યંત જોખમી સાબિત થઇ રહ્યું છે.

[google_ad]

પાલનપુર માનસરોવર રેલવે ઓવરબ્રિજના વીજપોલ અંગે પાલિકા પ્રમુખ હેતલબેન રાવલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બ્રીજના નિર્માણ કાર્યને લઈ આજદિન સુધી કોઈપણ બાબતે પત્ર વ્યવહાર કરવામાં આવ્યો નથી એજન્સી દ્વારા કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી.

[google_ad]

તો બીજી તરફ ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિક્ષક ઈજનેર એલ.એ. ગઢવીએ જણાવ્યું હતું કે, “નવા ઓવરબ્રિજ પર બિલ બાબતે કોઈપણ વિભાગ દ્વારા ડિમાન્ડ કરવામાં આવી નથી જ્યારે ડિમાન્ડ કરવામાં આવશે ત્યારે અમે વીજ સપ્લાય પૂરો પાડીશું.”

[google_ad]

મા અંબાના ધામમાં દર્શને લાખો માઇભક્તો અંબાજી ધામ જાય છે અને રસ્તામાં બનાવેલા પિકનિક સ્પોટ સમાન સેલ્ફી પોઇન્ટ પર ગાઢ અંધકાર હોય છે. વીજ કંપનીમાં આ અંગેનું એસ્ટીમેટ ભરવા માટે સ્થાનિક ગ્રામ પંચાયત, વનવિભાગ, માર્ગ અને મકાન વિભાગ અને દેવસ્થાન અંબાજી ટ્રસ્ટ દ્વારા વીજ કંપનીમાં કોઈ દરખાસ્ત કરી નથી જેને લઇ રાત્રી દરમિયાન મુશ્કેલીઓ વધી ગઈ છે.

From – Banaskantha Update


Share