ભાવનગરમાં યુવકને શારીરિક સબંધ બાંધવાની લાલચ આપી ઘરે બોલાવી મહીલા સહીત બે શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યો

Share

ભાવનગર શહેરમાં આવેલ પ્રભુદાસ તળાવમાં બે દિવસ પહેલાં એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળતાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવને લઇને પોલીસે ગણતરીના દિવસોમાં હત્યારાઓને ઝડપી પાડી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મૃતક યુવકની હત્યા મામલે પોલીસે મહીલા સહીત ત્રણ હત્યારાઓની અટકાયત કરાઇ છે. મહીલાએ મૃતકને શારીરિક સબંધ બાંધવાના બહાને લાલચ આપી ઘરે બોલાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે મૃતકના પિતાએ સી ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા હત્યારાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલ ટેકરી ચોક નજીક જૂના ફાયર બ્રિગેડ કચેરીના કમ્પાઉન્ડમાંથી આજ વિસ્તારમાં રહેતાં સંજય ઉર્ફે “કચોરી” ખન્ના ઉર્ફે કાનજી બારૈયા (ઉં.વ.26) ની લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જેમાં શરીર પર 15 થી 20 જેટલાં તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટપણે બહાર આવ્યું છે.

[google_ad]

આ અંગે મૃતકના પિતા ખન્ના ઉર્ફે કાનજીભાઇએ સી ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા હત્યારાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી સી ડીવીઝન પોલીસ અને એલ.સી.બી. ની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી મૃતકનો ભૂતકાળ સ્થળ પરથી મળેલા પૂરાવાના આધારે આજ વિસ્તારમાં રહેતી અને આશરે બે માસ પૂર્વે હત્યા કરાયેલ આજ વિસ્તારનાં ગોપાલ ઉર્ફે ડોંગલ જીતુ રાઠોડની પત્ની રોશનીની પ્રથમ અટક કરી તેના ઘરની તલાશી લેતાં તેણીના રૂમમાંથી લોહીના ડાઘા મળી આવતાં પોલીસની શંકા દ્રઢ બની હતી. જેમાં મહીલાની આગવી ઢબે પૂછપરછ હાથ ધરતાં મહીલા ભાંગી પડી હતી અને જણાવ્યું હતું કે, તેના પતિ ગોપાલ અને મૃતક સંજય ઉર્ફે કચોરી વચ્ચે આ વિસ્તારમાં ડોન બનવા અવાર-નવાર ઝઘડાઓ થતાં હતા.

[google_ad]

Advt

તેણીની છેડતી કરી બિભત્સ માંગણીઓ કરી પરેશાન કરતો હોય આથી કચોરીનું કાસળ કાઢી નાખવાનો પ્લાન કર્યો હતો. જેમાં મહીલા રોશનીના મકાનમાં ભાડે રહેતો ગણેશ ઉર્ફે રવિ ઉર્ફે ટીટી કરશન મકવાણા (ઉં.વ.30) ને રૂપિયા અને અન્ય પ્રલોભનો આપી હત્યામાં સાથ આપવા તૈયાર કર્યો હતો એ સાથે તેનો એક સબંધી રાકેશ ભીખા રાઠોડ (ઉં.વ.22) (રહે. મફતનગર, બોરતળાવ) વાળાને પણ સાથે રાખી રોશનીએ મૃતક કચોરીને શારીરિક સબંધ બાંધવાની લાલચ આપી મોડી રાત્રે ઘરે બોલાવી પ્રથમ રૂમમાં ગણેશ અને રાકેશને બાથરૂમમાં મોકલી કચોરીને સેટી પર સુવડાવી શારીરિક સબંધ બાંધવાનું નાટક કર્યું હતું.

[google_ad]

 

ત્યારબાદ મહીલાએ કચોરીનું મોઢું દબાવી ગણેશ અને રાકેશને બોલાવી લેતાં બંને શખ્સોએ તિક્ષ્ણ હથિયારોના કચોરી પર ઉપરા-છાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. લાશને ગોદડામાં લપેટી ત્રણેય વ્યક્તિઓ ફાયર બ્રિગેડના કમ્પાઉન્ડમાં ફેંકી જાણે કંઇ બન્યું જ નથી એ રીતે રહેવા લાગ્યા હતા. પરંતુ પોલીસે મર્ડર મિસ્ટ્રી સરળતાથી સોલ્વ કરી સમગ્ર બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. હાલ પોલીસે ત્રણેય આરોપીઓને જેલમાં મોકલી કોર્ટમાં રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share