સામૂહિક દુષ્કર્મ આચરી મહિલાની હત્યા કરનાર 6 હવસખોરો ઝડપાયા : રેપ વીથ મર્ડરના બનાવનો પર્દાફાશ ડોગ જાવાએ કર્યો

Share

વડોદરાના કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલાની એકલતાનો લાભ લઇ સામુહિક દુષ્કર્મ આચરી ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારનાર 6 નરાધમોની જીલ્લા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય બાબત એ છે કે, કરજણ તાલુકાના ચકચારી રહસ્યમય રેપ વીથ મર્ડરના બનાવનો પર્દાફાશ જીલ્લા પોલીસ તંત્રના સ્નીફર ડોગ જાવાએ કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્નીફર ડોગ જાવાએ ઈશારો કર્યો અને હવસખોરો ઝડપાઈ ગયા હતા. આ ચકચારી બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.

[google_ad]

પાદરા તાલુકાની પરિણીતાને પતિ સાથે અણબનાવ બનતા 17 વર્ષથી પોતાના બે સંતાનો સાથે રહેતી હતી અને ખેતમજૂરી કરીને પોતાનું તથા પોતાના સંતાનોનું ગુજરાન ચલાવતી હતી. 16 ઓગષ્ટની સાંજે રાબેતા મુજબ તે ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગઇ હતી. તે સમયે 6 હવસખોરો ધસી આવ્યા હતા અને મહિલાની એકલતાનો લાભ લઇ તેના ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

[google_ad]

વડોદરાના દેથાણ ગામમાં ઘાસ કાપવા ગયેલી મહિલા પર 6 નરાધમોએ દુષ્કર્મ આચર્યુ, હત્યા કરીને લાશ ખેતરમાં જ ફેંકી દીધી હતી.
સામુહિક દુષ્કર્મ આચરી ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારનાર 6 નરાધમોની જીલ્લા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

Advt

રેપ વીથ મર્ડરના બનાવનો પર્દાફાશ કરવામાં જીલ્લા પોલીસ તંત્રના સ્નીફર ડોગ જાવાની ખૂબ મહત્વની ભૂમિકા રહી. જાવા ડોગ આરોપીને જોઇને ભસવા લાગ્યો જાવા ઘટના સ્થળથી 500થી 700 મીટર દૂર આવેલી વસાહત પાસે જઇ અટકી ગયો હતો અને વસાહતમાં જઇ એક વ્યક્તિ ઉપર શંકા સેવી ભસવા લાગતા પોલીસે તેની અટકાયત કરીને ઘનિષ્ઠ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો.

[google_ad]

પોલીસે તેની પૂછપરછ કરતા તેણે બિહારનો રહેવાસી અને નામ લાલ બહાદૂર ગીરજારામ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે મહિલા સાથે અન્ય પાંચ સાગરીતોએ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબુલાત કરી હતી.

[google_ad]

આરોપીએ પોલીસ પૂછપરછમાં દુષ્કર્મ અને હત્યાની કબૂલાત કરી લાલ બહાદૂર ગીરજારામે એવી પણ કબુલાત કરી હતી કે, હું તેમજ સાથી મિત્રો ખેતર પાસેના રેલવે ટ્રેક ઉપર બેઠા હતા. તે સમયે ખેતરમાં ઘાસ કાપવા જઇ રહેલી મહિલાને જોતા તેનો પીછો કર્યો હતો. અને તે બાદ મહિલાને પકડી તેની ઉપર તમામે દુષ્કર્મ આચર્યું હતું. અને દુષ્કર્મ આચર્યા બાદ દુપટ્ટાથી તેના ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

[google_ad]

 

 

પોલીસે જે 6 આરોપીની ધરપકડ કરી તેમના અંગે વાત કરવામાં આવે તો પોલીસે લાલ બહાદૂર ગીરજારામની કબુલાતના આધારે મહિલા ઉપર દુષ્કર્મ આચરનાર દિલીપ શ્રીમુખલાલ ચૌધરી (મુનિમ) (રહે. લેધુકા, જી. પલામુ, ઝારખંડ), જગ્ગુપ્રસાદ સુભાષચંદ પંડુ (રહે. જરહા, જી. સોનભદ્ર, યુ.પી.), પ્રમોદ રામચરણ પંડુ (રહે. જરહા, જી. મિરજાપુર, યુ.પી.), રામસુરત સુભાષચંદ પંડુ (રહે., જરહા, જી. સોનભદ્ર, યુ.પી.) અને અર્જુન લાલચંડ પંડોર (રહે. બડાડુ, જી. સોનભદ્ર, યુ.પી.) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha Update

 


Share