જાબડીયા દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે 2 પરિવાર વચ્ચે છુટા હાથની મારામારી

Share

ડીસા તાલુકાના જાબડીયા ગામમાં દૂધ મંડળી ઉપર એક ગ્રાહકનું દૂધ ન લેવા બાબતે દૂધ મંડળીના મંત્રી અને ગ્રાહકના પરિવાર વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જેમાં ચાર જેટલી વ્યક્તિઓને ઈજા થવા પામી છે. આ બાબતે ડીસા તાલુકા પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઇ છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના જાબડીયા ગામની દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં ગામના બાબુભાઈ મગનભાઈ દેસાઈ મંત્રી તરીકે ફરજ બજાવે છે. તેઓ તથા તેમના પુત્ર ધવલ સાંજે દૂધ મંડળી ઉપર હાજર હતા તે દરમિયાન ગામના હિતેષભાઇ વેલાભાઈ રબારી અને વેલાભાઈ વાલાભાઈ રબારી સહિતના શકશો ડેરી ઉપર આવ્યા હતા અને તમે અમારું દૂધ કેમ લેતા નથી તેમ કહી બોલાચાલી શરૂ કરી હતી.

[google_ad]

આથી બાબુભાઈએ જણાવેલ કે, તમારું દૂધ બનાસડેરીના ટેસ્ટિંગ વાને રિજેક્ટ કરેલ છે. જેની મેટર અત્યારે હાઇકોર્ટમાં ચાલે છે તેમ જણાવતા બાબુભાઈ ઉપર તલવાર લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો જ્યારે ટેસ્ટરને પણ માર માર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બાબુભાઈ મંત્રીને ડીસા ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.

[google_ad]

આ બનાવ અંગે તેઓએ ડીસા તાલુકા પોલીસ મથકે હિતેશ વેલાભાઈ રબારી નિતેશ વેલાભાઈ રબારી વેલાભાઇ વાલાભાઈ રબારી અશોક વેલાભાઈ રબારી ભુરાભાઈ વેલાભાઈ રબારી રહે.તમામ ઝાબડીયા તાલુકો ડીસા અને અલ્પેશભાઈ રબારી રહે ભાકોદર તા.દાંતીવાડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advt

[google_ad]

જ્યારે સામાપક્ષે વેલાલાભાઈ વાલાભાઈએ પણ બાબુભાઈ મગનભાઈ રબારી કાના ભાઈ મગનભાઈ રબારી ડાયાભાઈ મગનભાઈ રબારી ધવલ બાબુભાઈ રબારી જયેશ સુરેશભાઈ રબારી સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તમારું દૂધ નહીં લેવા અને હાઇકોર્ટમાં દાખલ કેસ ખેંચવા એક જૂથ થઈ આમારા ઉપર હુમલો કર્યો હતો.

 

From – Banaskantha Update


Share