કાંકરેજના રાણકપુર નર્મદા કેનાલમાં પાણી છોડાયું : ખેડૂતોએ વધામણા કર્યા

Share

કાંકરેજ તાલુકાના સવપુરા માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવતાં ખેડૂતો દ્વારા પાણીના વધામણાં કર્યાં હતા. ત્યારે એક તરફ ખેડૂતોને સિંચાઇ માટે તળાવો ભરવા માટે સુજલામ્‌-સુફલામ્‌ યોજના અંતર્ગત કાંકરેજ તાલુકાના ચાંગા પમ્પીંગ સ્ટેશન પર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઇને સતત બીજા દિવસે પણ કોઇપણ ભોગે સુજલામ્‌-સુફલામ્‌ ચાલુ કરીને તળાવો ભરવામાં આવે તેવી આશા સાથે બેઠા છે.

[google_ad]

ત્યારે હવે ભાજપ સરકાર અને ખેડૂતો આમને-સામને આવી ગયા છે. જોકે, એક તરફ ચાંગા પમ્પીંગ સ્ટેશનવાળી જ નર્મદા કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું છે.

[google_ad]

સેક્શન એક ગણવામાં આવતાં ચાંગા પમ્પીંગ સ્ટેશન પરથી પાણી છોડવામાં આવે તો ઘણા બધા ગામડાના ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે પણ હવે સરકાર દ્વારા ટસની મસ થવાનું નામ પણ લેતી નથી.

 

From – Banaskantha Update


Share