કાંકરેજમાં ચાંગામાં દસ ગામોના ખેડૂતોએ પાણી માટે ધરણાં કર્યા, રસોડું પણ ત્યાં જ બનાવ્યું

Share

જિલ્લામાં વરસાદ ખેંચાતા બિન પિયત ખેતીનો પાક મુરજાઇ રહ્યો છે. જ્યાં સરહદી કાંકરેજ તાલુકાની ચાંગા કેનાલમાં પાણી છોડવાની જીદ સાથે 10 ગામોના ખેડૂતો મંગળવારે ચાંગા ગામે ધરણાં ઉપર બેસી ગયા હતા. જેમણે રસોડું પણ ત્યાં જ બનાવી દીધુ છે. કેનાલમાં પાણી નહી છોડવામાં આવે ત્યાં સુધીની ખેડૂતોએ મક્કમતા બતાવી છે.

 

[google_ad]

વરસાદ ખેંચાતા પિયતની સગવડ ન ધરાવતાં ખેડૂતોનો પાક મુરઝાઈ રહ્યા છે. જ્યાં સરહદી કાંકરેજ તાલુકામાં પસાર થતી ચાંગા કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ ધરણાં શરૂ કર્યા છે. લાખણી, દિયોદર, કાંકરેજપંથકના 10થી વધુ ગામોના ખેડૂતો મંગળવારે રસોડાનો સામાન સાથે લઇ ધરણાં ઉપર બેસી જતાં ભારે ઉત્તેજના પ્રસરી હતી.

[google_ad]

જ્યાં ભાજપના તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ તેમજ મહામંત્રી અમીભાઈ દેસાઈ સહિત અગ્રણીઓ ખેડૂતોને સમજાવવા દોડી આવ્યા હતા. જોકે, ખેડૂતો ટસના મસ થતા નથી. આ અંગે ખેડુઓએ જણાવ્યું હતું કે, પાક બળી રહ્યા છે. જ્યાં સુધી કેનાલમાં પાણી નહી છોડવામાં આવે ત્યાં સુધી હટીશુ નહી.

 

[google_ad]

‘કેનાલમાં પાણી છોડાવ્યા વગર અહીંથી હટવાના નથી ભલે રાતવાસા કરવા પડે કોઈ પણ ભોગે અમે પાણી છોડાવશું. ખેડૂતો પુરી તૈયારી સાથે રસોડાની પણ વ્યવસ્થા કરી છે’ : અમરાભાઇ પટેલ (ખેડૂત)

 

From – Banaskantha Update


Share