પાલનપુર અને ધાનેરાના ઓવરબ્રિજનું નાયબ મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કર્યું

Share

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં માન સરોવર રેલ્વે ઓવરબ્રિજ અને ધાનેરા રેલ્વે ઓવરબ્રિજનું મંગળવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઇ-લોકાર્પણ કરી બંને ઓવરબ્રિજને ખુલ્લા મૂક્યા હતા. જેને લઇને આ બંને શહેરોમાં ટ્રાફીકની સમસ્યાથી વાહનચાલકોને છૂટકારો મળ્યો છે. જોકે, ત્યારે લોકાર્પણ કાર્યક્રમમાં ધાનેરા નગરપાલિકાના પ્રમુખને જ આમંત્રણ ન અપાતાં ગઇકાલે અનેક તર્ક-વિતર્કો ઉભા થયા હતા.

[google_ad]

તે બાદ ગત મોડી રાત્રે ધાનેરા નગરપાલિકાના પ્રમુખને ટેલિફોનિક આમંત્રણ અપાયું હતું અને લોકાર્પણના સમય દરમિયાન નગરપાલિકા પ્રમુખે હાજરી પણ આપી હતી. પરંતુ નગરપાલિકા પ્રમુખને સ્ટેજ પર બેસવાનું યોગ્ય સ્થાન ન મળતાં ધાનેરા નગરપાલિકા પ્રમુખે કાર્યક્રમનો બહીષ્કાર કર્યો હતો.

[google_ad]

પાલનપુરમાં રૂ. 41.53 કરોડના ખર્ચે 1395 મીટર લાંબો અને 8.40 મીટર પહોળા બે-માર્ગીય માન સરોવર રેલ્વે ઓવરબ્રિજ અને ધાનેરા શહેરમાં પ્રવેશતાં માર્ગ ઉપર રૂ. 31 કરોડના ખર્ચે નવિન બનેલ રેલ્વે ઓવરબ્રિજનું મંગળવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરીને બંને રેલ્વે ઓવરબ્રિજાને ખુલ્લા મૂક્યા હતા.

[google_ad]

જ્યાં પાલનપુરમાં સાંસદ પરબતભાઇ પટેલ, રાજ્યસભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, પાલનપુરના ધારાસભ્ય મહેશભાઇ પટેલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીએ ઓવરબ્રિજ ઉપર રીબીન કાપીને શ્રીફળ વધેરી ઓવરબ્રિજને વાહનચાલકો માટે ખુલ્લો મૂક્યો હતો. જોકે, ધાનેરામાં ધારાસભ્યો અને અન્ય સ્થાનિક નેતાઓ ઓવરબ્રિજના લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

પાલનપુરના માન સરોવર ઓવરબ્રિજ અને ધાનેરાના રેલ્વે ઓવરબ્રિજ ખુલ્લો મૂકાતાં વાહનચાલકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી. જોકે, રેલ્વે ઓવરબ્રિજનું મંગળવારે લોકાર્પણ કરાયું હતું. ત્યારે લોકાર્પણમાં ધાનેરા નગરપાલિકાના પ્રમુખને જ આમંત્રણ ન આપતાં ગઇકાલે અનેક તર્ક-વિતર્કો ઉભા થયા હતા. તે બાદ ગત મોડી રાત્રે ધાનેરા નગરપાલિકાના પ્રમુખને ટેલિફોનિક આમંત્રણ આપવામાં આવ્યું હતું અને લોકાર્પણના સમય નગરપાલિકા પ્રમુખે હાજરી પણ આપી હતી. પરંતુ નગરપાલિકા પ્રમુખને સ્ટેજ પર બેસવાનું યોગ્ય સ્થાન ન મળતાં ધાનેરા નગરપાલિકા પ્રમુખે કાર્યક્રમનો બહીષ્કાર કર્યો હતો.

[google_ad]

આ અંગે ધાનેરા નગરપાલિકાના પ્રમુખ કીરણબેન સોનીએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા 4 વર્ષથી ધાનેરામાં રેલ્વે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે અને તે કામ હવે પૂર્ણ થતાં રેલ્વે ઓવરબ્રિજનું મંગળવારે લોકાર્પણ કરાયું હતું.” ત્યારે આ લોકાર્પણ દરમિયાન ધાનેરા નગરપાલિકાના પ્રમુખને જ આમંત્રણ ન અપાતાં ગઇકાલે અનેક તર્ક-વિતર્કો ઉભા થયા  હતા.

ધાનેરા નાગરપાલિકા પ્રમુખ

[google_ad]

તે બાદ ગત મોડી રાત્રે ધાનેરા નગરપાલિકાના પ્રમુખને ટેલિફોનિક આમંત્રણ આપવામાં આવ્યું હતું અને લોકાર્પણના સમય નગરપાલિકા પ્રમુખે હાજરી પણ આપી હતી. પરંતુ નગરપાલિકા પ્રમુખને સ્ટેજ પર બેસવાનું યોગ્ય સ્થાન ન મળતાં ધાનેરા નગરપાલિકા પ્રમુખે કાર્યક્રમનો બહીષ્કાર કર્યો હતો અને સાથે સાથે મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું અને ધાનેરા નગરપાલિકાના પ્રમુખનું અપમાન નથી પરંતુ ધાનેરાના તમામ નગરજનોનું અપમાન છે.

 

From – Banaskantha Update


Share