બનાસકાંઠા જીલ્લામાં વાઇરલ ફ્લૂના કેસમાં વધારો : બાળકો તેમજ મોટા દર્દીઓથી હોસ્પિટલો ઉભરાયા

Share

કોરોના વાઇરસની સંભવિત ત્રીજી લહેર પહેલા બનાસકાંઠા જીલ્લામાં બાળકોમાં વાઇરલ ફીવરે આતંક મચાવ્યો છે. બદલાયેલા હવામાનને પગલે અત્યારે બનાસકાંઠા જીલ્લામાં બાળકોમાં વાઇરલ ફ્લૂના કેશોમાં ધરખમ વધારો નોંધાયો છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં સરકારી હોસ્પિટલ હોય કે બાળકોની ખાનગી હોસ્પિટલ તમામ સ્થળો પર ભીડ જામેલી છે અને તેનું કારણ છે બાળકોમાં વધેલા વાઇરલ ફ્લૂના કેશ. દેશ અત્યારે આગામી સમયમાં આવનારી સંભવિત કોરોનાની ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યો છે તેવામાં અચાનક બનાસકાંઠા જીલ્લામાં બાળકોમાં વાઇરલ ફ્લૂના કેશોમાં વધારો થતાં ચિંતા વધી ગઈ છે.

 

[google_ad]

વર્તમાન સમયમાં નાના બાળકોમાં તાવના કેશો વધી ગયા છે અને મોટાભાગે 10 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આ બિમારીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. તબીબો પણ જણાવી રહ્યા છે કે, અત્યારે વાઇરલ ફ્લૂ ધરાવતા નાની ઉંમરના બાળકો સારવાર માટે વધારે આવી રહ્યા છે અને વર્તમાન સમયમાં જે રીતે વાઇરલ ફ્લૂના કેશોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વાઇરલ ફ્લૂ અને કોરોના વાઇરસના લક્ષણો સમાનતા ધરાવતા હોવાથી લોકોએ આ બાબતે ગંભીરતા રાખવી જરૂરી છે અને બાળકોમાં તાવ અને શરદીના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર માટે લઈ જવું. જેથી કોરોના વાઇરસની સંભવિત ત્રીજી લહેરથી બચી શકાય.

[google_ad]

હાલમાં જે પ્રમાણે ચોમાસામાં ઋતુ બદલાતાં બીમારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે તેને જોતા આરોગ્ય વિભાગ પણ કામે લાગી ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં સૌથી વધુ મચ્છરજન્ય રોગને અટકાવવા માટે આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો બનાવી તમામ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત જે પણ વિસ્તારમાં બાળકોમાં બીમારીનું પ્રમાણ વધુ જણાય તે તમામ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ તે વિસ્તારમાં પહોંચી તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

 

[google_ad]

અત્યારે મોટાભાગના તમામ હોસ્પિટલો નાના બાળકો અને મોટા દર્દીઓથી ઉભાઈ રહ્યા છે ખાસ કરીને હાલમાં ચોમાસાની ઋતુ બદલાતાં લોકો જાગૃતિના અભાવે તાત્કાલિક સારવાર લેતા જોવા મળી રહ્યા છે બીજી તરફ કોરોનાવાયરસની ત્રીજી લહેરના ભયના કારણે પણ હાલ લોકો તાત્કાલિક ધોરણે સારવાર લઇ રહ્યા છે.

 

[google_ad]

કોરોના વાઇરસની સંભવિત ત્રીજી લહેરનો ખતરો આગામી સમયમાં મોટા પડકાર બનશે ત્યારે વર્તમાન સમયમાં કોરોના જેવા જ લક્ષણો ધરાવતા વાઇરલ ફ્લૂને લઈ ગંભીર બનવાની જરૂર છે. કારણ કે, વાઇરલ ફ્લૂ અને કોરોના વાઇરસના લક્ષણ મોટાભાગે સમાન હોય છે જેથી સારવારમાં ચૂક આગામી સમયમાં મોટી સંભવિત મહામારીને જન્મ આપી શકે તેમ છે.

 

From – Banaskantha Update


Share