ડીસાની દક્ષિણ પોલીસ સ્ટાફના માણસો મંગળવારે પેટ્રોલિંગમાં હતા. ત્યારે હુસૈની ચોક નજીક જાહેરમાં ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સો તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે રેડ કરી પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં રોકડા રૂ. ૧૧,૫૯૦, કિપેડ મોબાઇલ નંગ-૧ કુલ કિંમત રૂ. ૧૨,૦૯૦ અને ગંજીપાનાનો સાહીત્ય સાથેનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે દક્ષિણ પોલીસે પાંચ શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, ડીસાની દક્ષિણ પોલીસ સ્ટાફના માણસો મંગળવારે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે હુસૈની ચોક નજીક જાહેરમાં ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સો ગંજીપાના વડે રૂપિયાનો હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતાં બાતમીના આધારે રેડ કરતાં પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં રોકડા રૂ. ૧૧,૫૯૦, કિપેડ મોબાઇલ નંગ-૧ કિંમત રૂ. ૫૦૦ કુલ કિંમત રૂ. ૧૨,૦૯૦ અને ગંજીપાનાનો સાહીત્ય સાથેનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે દક્ષિણ પોલીસે પાંચ શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]

ઝડપાયેલા શખ્સો
(૧) રાહુલભાઇ રણજીતભાઇ ઠાકોર (રહે. રેલ્વે સ્ટેશન ચાર રસ્તા નજીક, ગોપાલનગર, ડીસા, તા.ડીસા)
(૨) પરેશભાઇ મેરૂજી ઠાકોર (રહે. રેલ્વે સ્ટેશન, પાણીના બોર નજીક, ભોપાનગર, તા. ડીસા)
(૩) પોપટજી પ્રધાનજી ઠાકોર (રહે. રેલ્વે સ્ટેશન ચાર રસ્તા નજીક, ગોપાલનગર, ડીસા, તા.ડીસા)
(૪) રાજુભાઇ શંભુભાઇ ઠાકોર (રહે. ભોપાનગર, બાવાવાસ, તા, ડીસા)
(૫) પરબતભાઇ અનુપજી ઠાકોર (રહે. રેલ્વે સ્ટેશન ચાર રસ્તા નજીક, ભોપાનગર, તા. ડીસા)
[google_ad]
From-Banaskantha update