પરિવારજનોએ મહિલાને રસ્તામાં 20 ફૂટ ઢસડી-ઢસડીને મારી, વીડિયો થયો વાઈરલ

Share

દાહોદ જિલ્લામાં ફરી એકવાર મહિલા પર થતા અત્યાચારનો બનાવ સામે આવ્યો છે. એમાં દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કુટુંબની સ્ત્રીઓ જોડે કેમ બોલાચાલી રાખી છે એમ કહી મહિલા પર અત્યાચાર ગુજાર્યો હતો. પોતાના જ પરિવારના 4 જેટલા ઈસમોએ એકસંપ થઈ મહિલાને પકડી જાહેરમાં લાકડીઓ વડે તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ રોડ પર ઢસડી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

[google_ad]

એ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ આ મામલે અત્યાચારનો ભોગ બનેલી પરિણીતા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

એકાદ માસ અગાઉ ધાનપુર તાલુકાના ખજૂરી ગામે એક પરિણીતા અને તેના પ્રેમીને જાહેરમાં માર માર્યો હતો. પહેરેલાં વસ્ત્રો ફાડી નિર્વસ્ત્ર કરી પરિણીતાને ગામમાં ફેરવી ઢોરમાર માર્યાનો બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરીવાર મહિલા પર અત્યાચારનો બનાવ સામે આવ્યો છે. સ્વાતંત્ર્ય પર્વના બીજા દિવસે, એટલે કે તારીખ 16મી ઓગસ્ટના રોજ ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે રહેતી 50 વર્ષીય મહિલા મણિબેન મખલાભાઈ ગેંદાલભાઈ વળવાઈને પોતાનાં જ કુટુંબીઓએ ઢસડીને ઢોરમાર માર્યો હતો.

 

[google_ad]

50 વર્ષીય મહિલાના કુટુંબીજનો દિતાભાઈ સકુડાભાઈ બળવાઈ, પંકજભાઈ છગનભાઈ બળવાઈ, પારુભાઈ મકાભાઈ વળવાઈ અને રમણભાઈ જેતાભાઈ વળવાઈ દ્વારા મણિબેનને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે ભાભોર કુટુંબના માણસો સાથે લડાઈ, ઝઘડો ચાલે છે, તો તું કેમ ભાભોર કુટુંબની સ્ત્રીઓ સાથે બોલાચાલીનો વ્યવહાર રાખે છે, એમ કહી ઉપરોક્ત ચારેય જણાએ તેમને શરીરે લાકડીઓનો માર માર્યો હતો. એટલું જ નહિ જમીન પર પાડી દઈ ઢસડીને માર મારીને મારી નાખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવ્યું હતું.

[google_ad]

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાંની સાથે જ એક્શનમાં આવેલી પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી લાવી હતી અને આ સંબંધે અત્યાચારનો ભોગ બનેલી મણિબેન મખલાભાઈ ગેંદાલભાઈ વળવાઈ દ્વારા સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advt

[google_ad]

જુલાઈ મહિનામાં પ્રેમી પાસે જતી રહેલી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની એક યુવતીને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવતાં ખભળાટ મચી ગયો હતો. પતિને યુવતીના ખભે બેસાડ્યા બાદ ગામમાં વરઘોડો કાઢવા સાથે પતિ અને દિયર દ્વારા જ તેને ગામલોકો વચ્ચે જ નિર્વસ્ત્ર પણ કરી દેવાઇ હતી. આ અંગેના વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે તેની સાસરી પક્ષ સહિતના 19 લોકો સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

From – Banaskantha Update


Share