બનાસકાંઠામાં કેન્દ્રીય મંત્રીની આગેવાનીમાં રતનપુરથી શરૂ થયેલી જન આશીર્વાદ યાત્રા પાલનપુર પહોંચી : ટાઉન હોલમાં સભા યોજાઇ

Share

બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજીથી માં અંબાના દર્શન કરી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની આગેવાનીમાં રતનપુરથી શરૂ થયેલી ભાજપની જન આશીર્વાદ યાત્રા પાલનપુર પહોંચી હતી. જ્યાં શહેરના ટાઉન હોલ ખાતે સભા યોજાઇ બાદ પાલનપુરના જાહેર માર્ગ પરથી ડીસા તરફ નીકળી હતી.

[google_ad]

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણએ સોમવારે બનાસકાંઠાની ધરતી પર અંબાજી ખાતે બિરાજીત માં અંબા જગદંબાના દર્શન કરી આશીર્વાદ મેળવી પાલનપુરના રતનપુર ખાતેથી ભાજપની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

[google_ad]

સૌપ્રથમ કેન્દ્રીય મંત્રી રતનપુર ખાતે રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી તે બાદ ભાજપના કાર્યકરોની બાઈક રેલી સાથે નીકળેલી જન આશીર્વાદ યાત્રા પાલનપુર ખાતે પહોંચી હતી.

[google_ad]

 

જ્યાં શહેરની નગરપાલીકાના ટાઉનહોલ ખાતે સભા મળી જે કેન્દ્રીય મંત્રીએ ભાજપ આગેવાનોને સરકારની કામગીરીથી વાકેફ કર્યા હતા. અને તે બાદ ડીજે બાઈકો તેમજ વાહનો સાથે નીકળેલી જન આશીર્વાદ યાત્રા શહેરના જાહેર માર્ગો ઉપર ફરી ડીસા તરફ આગળ પ્રયાણ કર્યું હતું.

From – Banaskantha Update

 

 


Share