વડગામમાં અજાણી મહીલાએ નવજાત બાળકને મૂકી ફરાર થઇ જતાં ચકચાર

Share

વડગામ તાલુકાના મેગાળ ગામમાં રવિવારે બપોરના સુમારે કોઇ અજાણી મહીલાએ નવજાત બાળકને જન્મ આપી ગામના કોઇ અજાણ્યાના ઘરે મૂકીને ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે.

[google_ad]

તાજા જન્મેલા નવજાત બાળકની નહોળીમાં હોવાની ગામના એક યુવકને જાણ થતાં તેઓએ બાળકની તપાસ કરતાં જીવિત હોવાથી 108 વાનને જાણ કરતાં 108ની ટીમ ઘટનાસ્થળે આવી નવજાત બાળકને લઇ ગઇ હતી. આ અંગે છાપી પોલીસ મથકે કેશરભાઇ ચેલાભાઇ કરણ (ચૌધરી)એ અજાણી મહીલા પર ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, વડગામ તાલુકાના મેગાળ ગામમાં કોઇ અજાણી મહીલાએ પોતાના કર્મોને છૂપાવવા માટે તાજુ જન્મેલા નવજાત બાળકને મૂકીને ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે. ત્યારે વડગામ તાલુકાના મેગાળ ગામના કેશરભાઇ ચેલાભાઇ કરણ (ચૌધરી) ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

[google_ad]

રવિવારે બપોરે એક વાગ્યાના સુમારે ઓસરીમાં સૂઇ રહ્યા હતા. તે દરમિયાન લક્ષ્મણભાઇ સરદારભાઇ ગોળે બૂમો પાડતાં કહ્યું હતું કે, ભીખાભાઇના ઘરની પાછળ નહોળીમાં એક તાજુ જન્મેલું નવજાત બાળક પડ્યું છે. જેની આજુબાજુ શ્વાનો ફરતા હતા. જેથી કેશરભાઇએ ઘટનાસ્થળે જઇ તરત જ એક કપડું લાવી બાળકના ઉપર ઢાંકી દીધો હતો.

 

[google_ad]

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. 108 વાનને જાણ કરતાં 108 વાનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી નવજાત બાળકને લઇ ગઇ હતી. જ્યારે અજાણી મહીલા ઉપર લોકોએ ફીટકાર વરસાવ્યો હતો. આ અંગે છાપી પોલીસ મથકે કેશરભાઇ ચેલાભાઇ કરણ (ચૌધરી)એ અજાણી મહીલા પર ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share