બનાસકાંઠાના આ એક નાનકડા ગામમાં અનોખો દેશપ્રેમ

Share

બનાસકાંઠા જીલ્લામાં એક એવું ગામ આવેલું છે કે જે ગામના દરેક ઘરમાંથી એક સભ્ય સૈનિક તરીકે દેશની સેવા આપી રહ્યો છે. આ ગામના પરિવારોએ અત્યાર સુધીમાં અસંખ્ય સપૂતો દેશ સેવા માટે અર્પણ કર્યા છે અને આ ગામની માટી જ દેશ સેવાની સુવાસ રેલાવી રહી છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં આવેલા મોટા ગામ લગભગ 6000 લોકોની વસ્તી ધરાવે છે. અત્યાર સુધીમાં ભારતની રક્ષા માટે 350 જેટલા આર્મી અને પોલીસના જવાનો આપ્યા છે. આ ગામની માટીમાં જ એવી કસબ છે કે, અહીં ગામના બચ્ચે બચ્ચામાં દેશદાજ કુટી કુટીને ભરેલી છે. સામાન્ય રીતે કોઈ પણ ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તે ઉચ્ચ અધિકારી અથવા તો સારી નોકરી તરફ દોટ મુક્તા હોય છે.

[google_ad]

પરંતુ બનાસકાંઠાના આ નાનકડા ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તેના જ પરિવારજનો બાળકને દેશ સેવા માટે મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. નાનપણથી જ ગામના બાળકો સૈનિક બનીને દેશ સેવા કરવાના સપના સેવતા હોય છે.

[google_ad]

જ્યારે શાળામાં બાળકોની મુલાકાત કર્યા બાદ ગામના લોકોમાં પણ અલગ જ પ્રકારનો દેશપ્રેમ જોવા મળ્યો હતો. મોટા ગામની મધ્યમાં જ સૂરજદેવી માતાનું મંદિર આવેલું છે અને આ ચમત્કારિક મંદિરના દર્શન કરીને આ ગામના યુવાનો આર્મીની ટ્રેનીંગની શરૂઆત કરે છે. વહેલી સવારના યુવાનો આ મંદિર પર પહોંચે છે.

[google_ad]

માતાજીનાં દર્શન કર્યા બાદ મેદાનમાં જાય છે અને મેદાનમાં પહોંચ્યા બાદ કલાકો સુધી પરસેવો પાડીને કસરત અને તાલીમ મેળવે છે. આ ગામના યુવાનો જે તાલીમ લઈ રહ્યા છે તે તાલીમ ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ મનમાં મજબૂત ઈરાદા લઈને તાલીમ આપી રહેલા મોટા ગામના આ યુવાનો સેનામાં ભરતી થવા માટે ગમે તે હદ સુધી જવા તૈયાર છે અને તેના જ લીધે આ ગામના યુવાનો આ કઠોર તાલીમને પણ પાર કરી ચૂક્યા છે.

[google_ad]

મોટા ગામના બાળકોથી માંડીને યુવાનોને સેનામાં ભરતી થવાનો એક ક્રેઝ છે અને આ ગામના લગભગ પ્રત્યેક ઘરમાંથી એક એક જવાન સેનામાં ફરજ બજાવી રહ્યો છે. આ ગામના લોકોમાં સેનામાં જોડાવવાના જુનૂનને લઈ ગામનો જ એક યુવક કે જે અગાઉ પેરા કમાન્ડોમાં ફરજ બજાવી ચૂક્યો છે તે યુવકે પણ મોટા ગામની આ પરંપરાને જાળવી રાખવા માટે ગામમાં જ ટ્રેનીંગ સેન્ટરની શરૂઆત કરી છે અને મોટા ગામમાં સેનામાં જવા માટે યુવાનોને જે આકરી શારીરિક કસોટીઓ પાર કરવી પડતી હોય છે તેની કઠોર તાલીમ આપી રહ્યા છે. સામાન્ય બાળકોને ફોલાદી જવાનનું રૂપ આપી રહ્યા છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં આવેલું મોટા ગામ તેના નામ પ્રમાણે દેશ સેવાના મોટા ઈરાદા પણ ધરાવે છે અને આ ગામમાં જ્યારે પ્રવેશ કરીએ ત્યારે અહીના લોકોને જોતાં જ એક અલગ દેશદાજ ઉત્પન્ન થયાનો એહસાસ થાય છે. ત્યારે મોટા ગામની ભૂમિ જે ભારત માતાના સપૂતોને પેદા કરે છે તેને લાખ લાખ વંદન કરવાનું મન થાય છે.

[google_ad]

સાતમા ધોરણમાં ભણતો બાળક દેશ સેવામાં જોડાવા તત્પર. મોટા ગામમાં સાતમા ધોરણમાં ભણતા પૃથ્વીરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, મારા ગામમાં ઘરે ઘરે એક યુવાન સૈનિક છે. હાલમાં અમારા મોટા ગામમાં કેટલાક યુવાનો દેશની રક્ષા કરવા સૈનિકમાં જોડાવા તનતોડ મહેનત કરી રહ્યા છે. તેમને જોઈને હું પણ મોટો થઈને દેશની રક્ષા કરવા સૈનિક બનીશ.

[google_ad]

મોટા ગામમાં તાલીમ લેનાર જયજિત ચૌહાણએ જણાવ્યું હતું કે, મોટા ગામના સિદ્ધરાજ દેસાઈ તેમજ રઘુભાઈ ઠાકોર દ્વારા 150થી વધુ યુવાનોને સૈનિકમાં જોડાવા સવાર સાંજ બે ટાઈમ તનતોડ મહેનત કરાવી તૈયારી કરવામાં આવી રહ્યા છે.

[google_ad]

મોટા ગામના સિદ્ધરાજ દેસાઈ જણાવ્યું હતું કે, મેં પેરા કમાન્ડોમાં ફરજ બજાવી છે અને મારું સ્વપ્ન છે કે વધુમાં વધુ યુવાનો દેશની રક્ષા કરવા લશ્કરી ભરતીમાં જોડાયે. જેથી હું તેમજ મારો મિત્ર રઘુભાઈ ઠાકોર બજરંગ ફીઝીકલ એકેડમી ચલાવી રહ્યા છીએ. અમે બંન્ને જણા 150થી વધુ યુવાનોને તાલીમ આપી દેશની રક્ષા કરવા યુવાનોને તૈયાર કરી રહ્યા છીએ.

[google_ad]

મોટા ગામના સ્થાનિક આગેવાન અમરસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મોટા ગામના બાળકો, યુવાનો અને વૃધ્ધોમાં દેશદાજ કુટી કુટીને ભરવામાં આવેલી હોય તેમ મોટા ગામમાં જે રીતે બાળકોથી માંડીને યુવાનો ભારત માતાની સેવા માટે તત્પરતા દર્શાવી રહ્યા છે તે અદભૂત છે. ત્યારે આ ગામના લોકોની દેશદાજને લઈ ગૌરવ અનુભવી રહ્યા છે. અને આ ગામના બાળકોને ડોક્ટર કે એંજિનિયરના બદલે સેનામાં જવાનું વધારે પસંદ છે.

From – Banaskantha Update


Share