ડીસાના કુંપટ પાટીયા નજીકથી મોટર સાઇકલની ડેકીમાંથી પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો

Share

ડીસા તાલુકા પોલીસ ભીલડી હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે એક શખ્સ મેસ્ટ્રો મોટર સાઇકલમાં વિદેશી દારૂ લઈ આવી રહ્યો હોવાની પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબનું બ્લુ કલરનું મેસ્ટ્રો મોટર સાઇકલ સામેથી આવતાં પોલીસે થોભાવવાનો પ્રયાસ કરતાં મેસ્ટ્રો મોટર સાઇકલ ચાલક નજીકના ખેતરમાં મૂકી અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યો હતો.

[google_ad]

પોલીસે મેસ્ટ્રો મોટર સાઇકલની ડેકી ખોલી ચેક કરતાં તેમાં પરપ્રાંતીય દારૂ અને બિયરની બોટલ મળી 77 બોટલ કુલ રૂ. 8280 નો મુદામાલ જપ્ત કરી મેસ્ટ્રો મોટર સાઇકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share