ડીસા હીરા બજાર વિસ્તારમાં તોલમાપ વિભાગના દરોડા

Share

સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા ઓછું વજન તેમજ પ્રાઈઝ કરતાં વધું ભાવ લેતાં હોવાની ઘટના બહાર આવતી હોય છે.

[google_ad]

ત્યારે ડીસા ખાતે શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અનેક ફરીયાદોના આધારે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા હીરા બજાર વિસ્તારમાં પાણીની બોટલોમાં ઓછું વજન આવતું હોવાની ફરીયાદ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળમાં લેખિતમાં રજૂઆત કરાઈ હતી.

[google_ad]

ત્યારે શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તોલમાપ વિભાગને જાણ કરાતાં તોલમાપ વિભાગ દ્વારા ફરીયાદના આધારે હીરા બજાર વિસ્તારમાં આવેલ પાર્લર પર અચાનક દરોડા પાડયા હતા અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે તપાસ દરમિયાન કાંઈ જ બહાર ના આવતાં તોલમાપ વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરી સંતોષ માન્યો હતો.

[google_ad]

જ્યારે બાજુમાં આવેલ જહું પોવિઝન નામની દુકાનમાં તપાસ હાથ ધરી હતી જ્યાં તોલમાપમાં કાંટો છપાયાં વગરનો હોય માડવાડ પેટે રૂ.4,000 વસુલ કરવામાં આવ્યાં હતાં જ્યારે તોલમાપ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતાં લેભાગુ વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Advt

[google_ad]

પરંતુ ડીસા શહેરમાં કેટલાંક વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે છતાં તોલમાપ વિભાગ દ્વારા માત્ર અરજી આવે તો જ તપાસ કરવામાં આવે છે પરંતુ પોતાની ફરજ સમજીને કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share