ડીસામાં ઉત્તર પોલીસ મથકની રોટરી ક્લબ દ્વારા મુલાકાત લેવાઈ

Share

ડીસામાં કાર્યરત રોટરી ક્લબ દ્વારા ડીસા ઉત્તર પોલીસ મથકની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પોલીસ જવાનો દ્વારા પોલીસ મથકમાં ચાલતી તમામ કામગીરીથી બાળકીઓને માહિતગાર કર્યા હતા.

[google_ad]

ડીસામાં કાર્યરત રોટરી ક્લબ સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હાલમાં ડીસા ખાતે કાર્યરત રોટરી ક્લબ-ડીસા દ્વારા બાળકીઓને ટ્રેનરો દ્વારા કરાટે શીખવાડવામાં આવી રહ્યા છે. જે કાર્યક્રમ અંતર્ગત આ તમામ બાળકીઓને ડીસા ઉત્તર પોલીસ મથકની મુલાકાત કરાવવામાં આવી હતી.

[google_ad]

આ મુલાકાત દરમિયાન ઉત્તર પોલીસ મથકના પી.આઈ. જે.વાય.ચૌહાણ દ્વારા પોલીસ મથકમાં ચાલતી તમામ કામગીરીની બાળકીઓને માહીતગાર કરાઇ હતી. આ ઉપરાંત પોલીસ જવાનો દ્વારા વપરાતાં હથિયારો વિશે પણ ખાસ માહીતગાર કરાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત રોટરી ક્લબની બાળકીઓએ પોલીસ મથકમાં કઈ રીતે ફરિયાદ નોંધાય છે. આરોપીઓને ક્યાં રાખવામાં આવે છે તે તમામ વિશે માહિતી મેળવી હતી.

From –Banaskantha Update


Share