દાંતા-અંબાજી માર્ગ પર સ્કોર્પિયો ગાડી અચાનક સળગી ઉઠતા ગાડી બળીને ખાખ, જુઓ વિડીઓ

Share

દાંતા તાલુકાના અંબાજી માર્ગ પર પાંનછા ગામ નજીક બુધવારે સ્કોર્પિયો ગાડી અચાનક ભડભડ સળગી ઉઠતાં અફડા-તફડી મચી ગઇ હતી. જેમાં ગાડીના ચાલકે સમય સુચકતા વાપરી ગાડીમાંથી બહાર નીકળી જતાં જીવ બચી ગયો હતો.

[google_ad]

આ ઘટનાની જાણ ફાયર-ફાઇટરની ટીમને કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, સ્કોર્પિયો ગાડી બળીને ખાખ થઇ ગઇ હતી. જ્યારે ગાડીના માલિકને મોટું નુકશાન થયું હતું.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, દાંતા તાલુકાના અંબાજી માર્ગ પર પાંનછા ગામ નજીક બુધવારે સ્કોર્પિયો ગાડી સાથે ડ્રાઇવર રોડની સાઇડમાં ઉભા હતા. ત્યારે અચાનક સ્કોર્પિયો ગાડી ભડભડ સળગી ઉઠતાં લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.

[google_ad]

 

જેમાં ગાડીના ડ્રાઇવરે સમય સુચકતા વાપરી ગાડીમાંથી બહાર નીકળતાં જીવ બચી જતાં હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની જાણ ફાયર-ફાઇટરની ટીમને કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

[google_ad]

જ્યારે શોર્ટ-સર્કીટના કારણે ગાડીમાં આગ લાગી હોવાનું અનુમાન થાય છે. જોકે, ગાડી બળીને ભસ્મીભૂત થઇ ગઇ હતી. જ્યારે ગાડીના માલિકને મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. જ્યારે મોટી જાનહાની ટળી હતી.

 

From –Banaskantha Update


Share