પાલનપુર સાત સંચા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરીથી રહીશો રોષ ભભૂક્યો

Share

પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરની ઘણી જગ્યા પર ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યુ છે. પરંતુ શહેરના સંચા નજીક છેલ્લા ત્રણ દિવસથી માર્ગ ખોદી દેવાતાં રહીશો ચાલવું મુશ્કેલ બન્યું છે. પાલનપુર પાલિકાના વિસ્તારમાં આવેલ સાત સંચા નજીક હાલમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે.પરંતુ લોકોએ અવર-જવર કરવામાં હાલાકી પડી રહી છે.અને હાલમાં જ્યાં કામ ચાલુ છે ત્યાં લઘુમતી સમાજ વસવાટ કરે છે.

[google_ad]

એમને થોડા દિવસ બાદ મોહરમનો તહેવાર શરૂ થનાર છે. જ્યાં રસ્તામાં જ ખાડા ખોદી કામ શરૂ કરાયું છે. જ્યાં હજુ 15 દિવસ કામ ચાલુ રહેવાનુ છે ત્યારે સ્થાનિક રહીશ મઝહર કુરેશીએ જણાવ્યું હતું કે, આટલા દિવસ કામ ન કર્યું હવે અમારે તહેવાર આવે છે માટે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે જે હજુ 15 દિવસ ચાલશે અમારે 5 દિવસ પછી તહેવાર શરૂ થાય છે. તો આ કામ જલ્દીમાં જલ્દી પૂર્ણ કરવા માંગ કરી હતી.

From –Banaskantha Update


Share