ડીસાની કોલેજમાં સરકારી કોલેજોને ખાનગીકરણ ન કરવા અધ્યાપકોએ વિરોધ નોંધાવ્યો

Share

ડીસામાં ડી.એન.પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજના તમામ અધ્યાપકોએ સરકારી કોલેજાને ખાનગીકરણ ન કરવા બુધવારે તમામ અધ્યાપકોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

[google_ad]

રાજ્ય સરકાર દ્વારા 2009માં સરકારી કોલેજાને ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ કરવા વિધાનસભામાં ખરડો પસાર કર્યો હતો. ત્યારે સમગ્ર ગુજરાતમાં સરકારી કોલેજના અધ્યાપકો દ્વારા વિરોધ કરવામાં આવતાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા 2011માં ખરડાને પરત લીધો હતો. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ફરી 2021માં વિધાનસભામાં સરકારી કોલેજોને ખાનગીકરણ કરવાનો ખરડો પસાર કરતાં બુધવારે સમગ્ર ગુજરાતમાં જૂદા-જૂદા સંગઠનોના અધ્યાપકો દ્વારા વિરોધ કરી રહ્યા છે.

[google_ad]

ત્યારે ડીસાની ડી. એન. પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજમાં તમામ અધ્યાપકો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારી કોલેજોમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં અભ્યાસ કરે છે. જો સરકાર દ્વારા સરકારી કોલેજોને ખાનગીકરણ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને મોટી ફી ભરીને અભ્યાસ કરવો પડે છે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં ભારે મુશ્કેલી પડી શકે તેમ છે.

[google_ad]

Advt

જેથી બુધવારે સમગ્ર ગુજરાતમાં અધ્યાપકો દ્વારા સરકારી કોલેજોને ખાનગીકરણમાં સમાવેશ ન કરવામાં આવે તેને લઇને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. જો સરકાર આ નિર્ણયને તાત્કાલીક પાછો નહીં ખેંચે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતના સરકારી કોલેજના અધ્યાપકો ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

 

From –Banaskantha Update


Share