ડીસામાં ધમધમતી માંસ મટનની દુકાનો અને કતલખાનાં બંધ કરાવવા નગરપાલિકા દ્વારા નોટીસો ફટકારવા કાર્યવાહી હાથ ધરાઇ

Share

ડીસા શહેરના ગવાડી, અખર, તીનબત્તી,પાટણ હાઈવે,રાજપુર અને મીરા મહોલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માંસ મટનની દુકાનો ધમધમી રહી છે. આ ઉપરાંત કતલખાનાઓ પણ ચાલી રહ્યા છે.એક પણ દુકાન કે કતલખાના દ્વારા નગરપાલિકાની કોઈપણ સરકારી વિભાગની મંજૂરી લેવામાં આવી નથી. આ મુદ્દે આવેદન પત્ર આપવાને પગલે પાલિકા દ્વારા આવેદનપત્ર મળ્યાના ગણતરીના સમયમાં જ તમામ દુકાનો અને ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા નોટીસો પાઠવવાનું શરૂ કરાયું હતું.

[google_ad]

આ અંગે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે, શહેરમાં માંસ મટનની એક પણ દુકાન કે કતલખાનાનું રજીસ્ટ્રેશન થયેલું ન હોય તમામ ગેરકાયદેસર છે. અગાઉ પણ નોટીસો બંધ કરવા આપેલી છે તેમજ આ તમામ પ્રવૃત્તિ કાયમી ધોરણે બંધ કરવા નગરપાલિકા દ્વારા નોટીસ પાઠવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

 

From –Banasknatha Update


Share