ડીસાના ત્રણ હનુમાન મંદિર ખાતે ફૂલ કાતરીના વ્રતની ઉજવણી કરાઈ

Share

હિન્દૂ ધર્મમાં વ્રત અને તહેવારોનું એક આગવું મહત્વ રહેલું છે. જેમાં શ્રાવણ માસની શરૂઆત થતા જ હિન્દુ ધર્મના અનેક વ્રત અને તહેવારો શરૂ થઇ જતા હોય છે ત્યારે આજે શ્રાવણ સુદ ત્રીજને દિવસે ફૂલ કાતરીનું વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે.

[google_ad]

ત્યારે આજે ડીસા શહેરમાં પણ કુમારી કન્યાઓએ ફુલ કાતરીનુ વ્રતની ઉજવણી કરી હતી ડીસા ખાતે આવેલ ત્રણ હનુમાન ખાતે સવારથી જ કુમારી કન્યાઓએ ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના કરી હતી આ વ્રત દરમિયાન કન્યાઓ ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે. સારો ‘વર’મેળવવા માટે યુવતિઓ ફૂલ કાતરીનું વ્રત કરે છે.

[google_ad]

પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજના દિવસે કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળેનાથ મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પુર્ણ શ્રદ્ધાથી પૂજા કરે છે.

[google_ad]

ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરી પછી ફુલ સુંઘીને ફળાહાર કરે છે. આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉતમ ફળને પામે છે. વળી પ્રભુને પરમ પ્રિય એવા ફુલને સુંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવામાં આવે છે. સાંજના સૂર્યાસ્ત પછી તરત જ જગતમાતા ગાયની પૂજા કરવામાં આવે છે.

 

From – Banaskantha Update


Share