ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ થાંભલા જર્જરીતથી અકસ્માતનો ભય

Share

ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ કંપનીની બેદરકારીના લીધે અનેક ગામોમાં થાંભલાઓ જર્જરીત જાવા મળી રહ્યા છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા વીજ કંપનીમાં રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જૈસે થે જાવા મળી રહી છે.

[google_ad]

જેમાં ઘાડા થ્રી ફીડર, રોબસ થ્રી ફીડર, થેરવાડા થ્રી ફીડર અને ઝેરડા થ્રી ફીડરની વીજળી લાઇનના પોલ જર્જરીત હાલતથી ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. આ અંગે ઝેરડા વીજ કંપનીના અધિકારી આર.કે. શાહ અને સી.ડી. પ્રજાપતિને પણ વારંવાર રજૂઆતો કરી હતી.

[google_ad]

Advt

પરંતુ આંખ આડા કાન કરવામાં આવતાં ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. વીજ અકસ્માતનો ભોગ બને તે માટે વીજ થાંભલાઓ બદલવા કે રીપેર કરવા માંગ ઉઠી છે.


Share