ભાભર નવા ગામે મહિલાએ ઉછીના લીધેલા 1 લાખની ઉઘરાણીથી ત્રાસી ઝેર પી લીધું

Share

ભાભર નવા ગામે પુત્રએ ઉછીના લીધેલા રૂપિયા એક લાખની કડક ઉઘરાણી કરવામાં આવતાં તેની માતાએ ત્રાસી જઇ ઝેરી દવા પી લીધી હતી. તેણીને સારવાર અર્થે ખસેડાઇ હતી. આ અંગે કૌટુમ્બિક 3 વ્યકિઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આ બનાવે લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી ભાભર નવા ગામના જયરાજસિંહ સોમભા રાઠોડે તેમના પરિવારના નંદુભા સામંતસિહ રાઠોડ પાસેથી રૂપિયા એક લાખ હાથ ઉછીના લીધા હતા.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

જોકે, આ નાણાંની સગવડ ન હોઇ નંદુભા સામંતસિંહ રાઠોડ તેનો ભાઇ કિર્તિસિંહ સામંતસિંહ રાઠોડ અને તેની માતા ઇસનબા સામંતસિંહ રાઠોડ જયરાજસિંહની માતા હંસાબા અને પિતા સોમભાને અવાર- નવાર નાણાં બાબતે અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી આપતા હતા તેમ છતાં તેઓ સહન કરતા હતા.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

જોકે, શખ્સો દ્વારા કડક ઉઘરાણી ચાલુ રાખી વારંવાર ધમકી આપતાં સહન ન થતાં ડરી ગયેલા હંસાબાએ ઝેરી દવા પી લીધી હતી. જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલા જીવન મરણ વચ્ચે ઝાંલા ખાઈ રહી છે. આ અંગે હંસાબાએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share