કોટડા ગામમાંથી 4.6 કિલો અફીણનો રસ, એક પિસ્તોલ અને એમડી ડ્રગ્સ ઝડપાયું

Share

રાજસ્થાનના કરડા પોલીસ મથકની હદના કોટડા ગામેથી એક જ શખ્સના ઘરે પોલીસે રેઇડ કરતાં તેના ઘરમાંથી અફિણનો રસ 4 કિલો 650 ગ્રામ, 380 ગ્રામ એમડી, એક દેશી બનાવટની પિસ્તોલ, 06 જીવતા કારતુસ અને 01 ઇલેક્ટ્રોનિક કાંટો તેમજ રૂ. 37.16 લાખ રોકડ રકમ મળી આવી હતી. આ સામાન ગુજરાતમાં આવતો હોવાની પણ સંભાવના સેવાઇ રહી છે. રાજસ્થાન જાલોર પોલીસવડા શ્યામસિંહ દ્વારા રાણીવાડા તેમજ સાંચોર તાલુકાના ગામડાઓમાં થતી ગેરકાયદે ડ્રગ્સની દાણચોરી અટકાવવા માટે સુચના આપેલ હતી.

 

[google_ad]

જેથી સાંચોરના નાયબ પોલીસ અધિક્ષક દશરથસિંહ, સાંચોર અને રાણીવાડાના સર્કલ ઇન્સ્પેક્ટર રતનલાલ, રાણીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર પદ્મરામ, સહિતની સંયુક્ત ટીમ દ્વારા કોટડા ગામે બાતમીના આધારે જસારામ ગંગારામ જાટના ઘરે છાપો માર્યો હતો. તે સમયે જસારામ જાટ તથા તેમના પત્ની મીરગાદેવીને પોલીસ આવવાની જાણ થતાં ભાગી ગયા હતા.

 

[google_ad]

ત્યારે પોલીસે આ ઘરની તપાસ કરતાં ઘરમાંથી 4 કિલો 650 ગ્રામ ડ્રગ અફીણ, 380 ગ્રામ એમડી નામનું ડ્રગ્સ, એક દેશી બનાવટની પિસ્તોલ, 06 જીવતા કારતુસ, 01 ઇલેક્ટ્રોનિક કાંટો તેમજ રોકડ રકમ રૂ.37,16,210 મળી આવ્યા હતા. પોલીથીન બેગ, 2 મોબાઇલ અને માદક પદાર્થોની ખરીદી માટે ખાતાની ડાયરી જપ્ત કરવામાં આવી હતી.

 

[google_ad]

તેમજ બંને ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને તેમની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, અગાઉ પણ ધાનેરા પોલીસે એમડી ડ્રગ્સ તેમજ અફિણ અને હથીયાર પણ પકડી પાડેલ છે. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી.પટેલે જણાવ્યું હતું કે, ધાનેરાની તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી જ રહ્યું છે અને જે લોકો ઉપર શંકા જણાય તેમને ધાનેરામાં તેમજ રસ્તામાં પણ ચેક કરવામાં આવે છે.

 

From – Banaskantha Update


Share