વાવમાં પતિના ત્રાસથી પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો, બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

Share

વાવમાં પતિના ત્રાસથી 2 સંતાનોની માતાએ ઓઢણાથી ઢાળીયામાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી હતી. મહિલાના પિતાએ વાવ પોલીસ મથકે મહિલાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે મહિલાના પતિની અટકાયત કરી હતી. મૃતક મહિલાના મૃતદેહને પી.એમ અર્થે વાવ રેફરલ ખાતે લઈ જઈ ડોકટરની પેનલ દ્વારા પી.એમ કરાયું હતું.

 

[google_ad]

ચોથારનેસડા ગામના મીનાબેન હેમાભાઇ ઠાકોરના લગ્ન 5 વર્ષ અગાઉ વાવના સોલંકીવાસમાં રહેતા અરવિંદભાઈ મફાભાઈ ઠાકોર સાથે થયા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી બે સંતાનો છે. મીનાબેન ઠાકોરને તેનો પતિ અરવિંદભાઈ ઠાકોર દોઢેક વર્ષથી અવાર-નવાર દારૂ પીવાના પૈસા માંગતો પૈસા ન આપે તો ઝગડો કરતો હતો.

 

[google_ad]

ત્યારે શનિવારની રાતે ઝગડો કરી માનસિક-શારીરીક ત્રાસ આપતો હોઇ મીનાબેનએ રાતે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં પરિવારોજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મીનાબેનના પિતાએ વાવ પોલીસ મથકે મીનાબેનના પતિ અરવિંદભાઈ મફાભાઈ ઠાકોર વિરુદ્ધ માનસિક-શારીરિક ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની ફરિયાદ આપી હતી.

[google_ad]

મીનાબેનના પિતાએ જણાવ્યું હતું કે ‘રાતે ત્રણ વાગે મારા ઘરે ફોન પર જાણ કરી હતી કે તમારી દીકરીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરેલ છે. સવારે અમે જોયું તો મારી દીકરી ખાટલા પર પડી હતી. ગળાના ભાગે કાપો હતો. ઓઢણાના વચ્ચેના ભાગે ગાંઠ વાળેલ હતી. મીનાબેને આપઘાત કરી લેતા તેમને એક ત્રણ વર્ષનો પુત્ર ચિરાગ અને દોઢ વર્ષની પુત્રી જયશ્રીએ માતાની છત્રછાયા ગુમાવી હતી.’ ઘટનાને લઈ વાવ પોલીસે એફએસએલ ટીમને બોલાવી તપાસ કરી હતી તેમજ વાવ રેફરલ ખાતે ડોક્ટરની પેનલ દ્વારા પી.એમ કરાયું હતું.

 

From – Banaskantha Update


Share