પાલનપુરમાં મંત્રીના અધ્યક્ષસ્થાને સરકારનો જનસુખાકારી કાર્યક્રમ યોજાયો : જીલ્લાની 6 નગરપાલિકાઓને રૂ. 8.50 કરોડના ચેક એનાયત કરાયા

Share

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી, સૌના વિકાસના’ હેઠળ છેલ્લા 8 દિવસથી રાજયમાં વિકાસનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 8 મી ઓગષ્ટના રોજ પાલનપુર ખાતે નગરપાલિકા ઓડીટોરીયમ હોલમાં ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને શહેરી જનસુખાકારી દિવસ નિમિત્તે જીલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

[google_ad]

આ પ્રસંગે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંત્રીના હસ્તે બનાસકાંઠા જીલ્લાની 6 નગરપાલિકાઓ પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા, ભાભર અને થરા નગરપાલિકાઓને જનસુખાકારી માટે ફાળવાયેલ રૂ.17.00 કરોડના વિકાસ કામોની 50 ટકા રકમ એટલે રૂ. 8.50 કરોડના ચેક નગરપાલિકાના પ્રમુખો અને અધિકારીઓને અર્પણ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત મંત્રીના હસ્તે પાલનપુરમાં રામજીનગર નવલપાર્કથી લીલીયા તળાવ સુધી વરસાદી પાણીના નિકાલનું કામ રૂ. 2.52 કરોડ, થરામાં ભક્તિનગર વિસ્તારમાં બોરવેલનું કામ રૂ.16 લાખ અને ઠાકોર બોર્ડીગ રોડ ઉપર પાઇપ કલવર્ટનું રૂ. 23 લાખના કામનું ઇ-ખાતમૂર્હત તથા થરાદ નગરપાલિકા વિસ્તારમાં રૂ. 11.17 કરોડનું એસ.વાય.પી. કામનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

[google_ad]

આ અંગે ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકાની આપણી સરકાર લોકોનો વિશ્વાસ જીતી વિકાસના અનેક કામો કરી રહી છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રાહ પર ચાલી આપણા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી ટીમ ગુજરાત રાજ્યને આગળ લઇ જવા અથાક મહેનત કરી રહી છે જેનાથી ગુજરાત વિકાસની નવી ઉંચાઇઓ આંબશે. તેમણે સરકારની ઉપલબ્ધિઓ વર્ણવતા જણાવ્યું કે, લોકોની આવક અને સુખાકારીમાં વધારો થાય તેવા અનેક નિર્ણયો આ સરકારે લીધા છે. જેના લીધે છેલ્લા દોઢ-બે દાયકામાં ગુજરાતની કાયાપલટ થઇ છે.

[google_ad]

ખેડુતોની આવક બમણી કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે નિર્ણયો લીધા છે જેનાથી ખેડુતોની આવક વધી રહી છે. નર્મદા યોજનાના નીર ખેડુતોના ખેતરો સુધી પહોંચાડવાનું કામ આ સરકારે કર્યુ છે. ખેડુતો આજે વર્ષમાં ત્રણ ત્રણ પાક લેતા થયા છે એ આ સરકારની નીતિઓને આભારી છે એમ કહી મંત્રીએ ભૂતકાળની સરકારો પર પ્રહાર કરતાં કહ્યું હતું કોગ્રેંસે નર્મદા ડેમની ઉંચાઇ વધારવાની મંજુરી નહીં આપીને બહુ મોટું પાપ કર્યુ છે. જયારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાન બન્યાના માત્ર 17 દિવસમાં ડેમની ઉંચાઇ વધારવા તથા દરવાજા નાખવાની મંજુરી આપી ગુજરાતની સમૃધ્ધિના દ્વાર ખોલી આપ્યા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત માટે સુજલામ-સુફલામ યોજના અને સૌરાષ્ટ્ર માટે સૌની યોજનાથી ખેડુતોની સમૃધ્ધિ વધે તેવા અનેક નિર્ણયો લીધા છે.

[google_ad]

Advt

કિસાન સન્માન નિધિમાં દર વર્ષે રૂ. 6 હજાર ખેડુતના ખાતામાં જમા કરાવવામાં આવે છે. ખેડુતોને રાત્રે ઉજાગરા કરવા ન પડે તે માટે કિસાન સૂર્યોદય યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ વર્ષ 2022 સુધી રાજ્યના તમામ ખેડુતોને દિવસે વીજળી મળશે.

[google_ad]

 

ગરીબોને પાંચ કિ.લો. અનાજ આપવાની યોજનાથી લઇ છેવાડાના માનવીને સારામાં સારી આવક થાય તેમની સુખાકારીમાં વધારો થાય તે માટે આ સરકાર સતત કામ કરે છે. આ પ્રસંગે રાજયસભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયાએ પ્રાસંગીક પ્રવચનમાં રાજય સરકારની સિધ્ધિઓ અને છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વિકાસકામો વિશે માહિતી આપી હતી.

[google_ad]

 

 

બનાસકાંઠા જીલ્લાની ખેતીની પ્રગતિની સરાહના કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌથી વધારે બનાસકાંઠા જીલ્લામાં ખેતી ક્ષેત્રમાં વીજળીનો વપરાશ થાય છે. જેની જરૂરીયાતને પુરી કરવા છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં કુલ- 508 નવા સબ સ્ટેશનો શરૂ કરવામાં આવ્યા છે જેમાંથી બનાસકાંઠા જીલ્લામાં 28 નવા સબ સ્ટેશનો શરૂ કરાયા છે અને આવતા વર્ષે બીજા 21 નવા સબ સ્ટેશનો શરૂ કરાશે.

[google_ad]

ખેડુતોને સિંચાઇ માટે છેલ્લા પાંચ વર્ષમાં સાડા પાંચ લાખ વીજ કનેક્શનો આપવામાં આવ્યા છે. આમ આ સરકાર ખેડુતોની આવક વધારવા કટીબધ્ધ છે. ઘર આંગણે ર્ડાક્ટરો બને તે માટે છેલ્લા પાંચ વર્ષમાં 2 હજાર જેટલી મેડીકલ સીટો વધારવામાં આવી છે. હોસ્પીટલ શરૂ કરનાર ર્ડાક્ટરોને સરકાર સહાય આપે છે. કોરોનાના કપરા સમયમાં કોરોના વોરીયર્સના સાથ અને સહકારથી લોકોના જીવ બચાવવા સરકારે આયોજનબધ્ધ રીતે કામગીરી કરી છે. આજે ગામડાઓ સુધી શહેરો જેવી સુવિધાઓ અને રસ્તાઓનું નિર્માણ થયું છે. નલ સે જલ યોજનામાં લોકોને શુધ્ધ પીવાનું પાણી પોતાના ઘરના રસોડામાં મળે છે.

[google_ad]

 

છેલ્લા 20 વર્ષમાં આપણા ગુજરાતે અદ્દભૂત પ્રગતિ કરી છે જેની દેશ અને દુનિયામાં ચર્ચા થાય છે. કચ્છમાં દુનિયાનો સૌથી મોટો 30 હજાર મેગાવોટનો સોલાર પાર્ક સ્થપાઇ રહ્યો છે. ઔધોગિક મૂડી રોકાણ માટે એસ.આઇ.આર.ની સ્થાપનાથી લઇને મહિલાઓના વિકાસ માટે મહિલા ઉત્કર્ષ યોજના, આપણો વિધાર્થી દુનિયાની હરીફાઇમાં ઉભો રહી શકે તે માટે વિધાર્થીઓને નમો ટેબલેટ અપાય છે.

From – Banaskantha Update

 


Share