ડીસામાં નકલી ચલણ બનાવી રૂ 3.46 કરોડની ઠગાઈ આચરતાં ચકચાર

Share

ડીસામાં સેલટેક્ષ ઇન્કમટેક્ષ વકીલની ઓફીસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં ભેજાબાજ શખ્સે સેલટેક્ષ ઇન્કમટેક્ષના ખોટા ચલણ બનાવી 3.46 કરોડની છેતરપિંડી આચરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે ડીસા શહેર ઉત્તર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

ડીસા તાલુકાના કંસારી ગામે આવેલ લાભ પેટ્રોલપંપના સેલટેક્ષ ઇન્કમટેક્ષ ના સલાહકાર અને કન્સલ્ટ વકીલ કમલેશભાઇ રમેશભાઇ હેરૂવાલા છે. જેઓની ઓફીસમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા સાગર હરેશભાઇ બનાવાલા (મોદી)એ ડીસાના 2 તેમજ થરાદના 3 મળી કુલ 5 પેટ્રોલપંપના વેટના નાણાં રોકડમાં લઇ સેલટેક્ષ ઇન્કમટેક્ષ જમા ન કરાવી 3,46,10,134 રૂપિયાની છેતરપિંડી આચરતા ચકચાર મચી જવા પામી છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

સાગર બનાવાલાએ સેલટેક્ષ તેમજ ઇન્કમટેક્ષના ખોટા આંકડાઓ બતાવી તેમજ ખોટા ચલણની ઓનલાઇન પહોંચ બનાવી જે તે પેઢીને મોકલી આપતાં હતાં. જોકે, ડીસાના કંસારી ગામે આવેલ લાભ પેટ્રોલપંપને સેલટેક્ષ વિભાગ દ્વારા વેટના નાણાં ભરવાની નોટિસ મળતાં જ મેનેજર દ્વારા તપાસ કરતાં પેટ્રોલપંપ દ્વારા આપવામાં આવેલ નાણાં જમા ન કરાવી છેતરપિંડી આચરી હોવાનું ધ્યાને આવ્યું હતું.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આથી લાભ પેટ્રોલ પંપના મેનેજર કરશનભાઇ વેલાજી ચૌધરીએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે સાગર હરેશભાઇ બનાવાલા સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીઆઇ જે.વાય.ચૌહાણ ચલાવી રહ્યાં છે.

 

[google_ad]

આ પ્રકરણમાં એક શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે તેમ ડીસા શહેર ઉત્તર પી.આઇ જે.વાય.ચૌહાણ ચલાવી રહ્યાં છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

દર મહિને વેટના પૈસા ભરવા માટે સાગર હરેશભાઇ બનાવાલાને રોકડા આપતાં અને તેઓ બીજા દિવસે નાણાં ભર્યા અંગેના ચલણની ઓનલાઇન પહોંચ અમને મોકલી આપતાં હતાં તેમ લાભ પેટ્રોલપંપના મેનેજર કરશનભાઇ ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યું હતું.

5 પેઢી સાથે 3.46 કરોડની ઠગાઇ

– લાભ પેટ્રોલીયમ (કંસારી, તા. ડીસા) 1,12,38625
– સુંધેશ્રી પેટ્રોલીયમ (રાહ, તા. થરાદ) 1,05,92,938
– માન ઓટોમોબાઇલ્સ (રાહ, તા. થરાદ) 73,70,202
– ધરણીધર પેટ્રોલીયમ (જેતડા, તા. થરાદ) 33,24,389
– ડી.કે.પેટ્રોલીયમ (દામા, તા. ડીસા) 20,83,980
– કુલ રકમ 3,46,10,134

 

From – Banaskantha Update


Share