નવી ભીલડીના ગટરની જી.સી.બી દ્વારા પાઈપલાઈન નંખાતા ગ્રામજનોએ નોંધાયો વિરોધ

Share

ગટરનું ગંદુ પાણી ગૌચર જમીનમાં પાઈપલાઈન દ્વારા નાખવાની કામગીરી સામે અધિકારીઓ અને ગ્રામજનો આમને સામને સામે.

 

નવી ભીલડીનું ગટરનું પાણી વર્ષોથી સામુહિક આરોગ્ય કેન્દ્રના આગળના ભાગમાં ઠાલવવામાં આવતું હતું જેને લઈને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છાશવારેને છાશવારે ગટરનું પાણી ઘુસી જાય છે અને મુખ્ય ગેટના દરવાજે ભરાઇને પડ્યું રહે છે જેને લઈને દર્દીઓને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જવા માટે ગટરના ગંદા પાણીમાંથી પ્રસાર થવું પડે છે.

[google_ad]

જેથી દર્દીઓને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જવા-આવામા ભારે હાલાકી પડી રહી હતી અને લોકો આ ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ આવે તેવી માંગ વર્ષોથી કરતા આવ્યા હતા જેને લઈને નવા વરાયેલા બનાસકાંઠા DDO ગુરૂવારે સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને સામુહિક આરોગ્ય કેન્દ્રના આગળનું ગટરના ગંદા પાણી પાઇપલાઇન દ્વારા બાજુમાં રતનપુરા ગામના ગૌચર જમીનમાં છોડવાનો પાઈપલાઈન દ્વારા રતનપુરા ગૌચરમાં નાખવાની કામગીરી ચાલું કરી હતી.

[google_ad]

કામગીરી ચાલુ કરતાં ગામલોકોએ જી.સી.બીને અટકાવ્યું હતું જેમાં ડીસા મામલતદાર ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને પોલીસ બંદોબસ્ત સાથે ફરીથી જી.સી.બી દ્વારા પાઈપલાઈનનું ખોદકામ ચાલું કરાયું હતું જેમાં ડીસા તાલુકા વિકાસ અધિકારી અને પોલીસનો બંદોબસ્ત સાથે જી.સી.બી દ્વારા પાઈપલાઈનનું ખોદવાનું કામ શરૂ કરાયું હતું જેને લઇને ગામલોકોએ આક્ષેપ કર્યો હતો કે, અધિકારીઓએ શનિવારે રજાના દિવસે સાંજે કામ ચાલું કરતાં અનેક સવાલો કરવામાં આવ્યા હતાં.

Advt

[google_ad]

ગામલોકોએ જણાવ્યું હતું કે, ‘નીમ તળાવ સંચાઈ નર્મદા પાણી નાખવા તળાવ બનાવ્યું હતું જેમાં નવી ભીલડી ગટરનું ગંદુ પાણી નંખાતા ગામલોકોએ વિરોધ કર્યો હતો જેમાં આવનાર સમયમાં ગામલોકો દ્વારા ગાંધી ચિંધ્યા જન આંદોલન કરવામાં આવશે.’

 

From – Banaskantha Update


Share