ડીસાના રમુણ ગામ પાસે ડમ્પર ચાલકે યુવકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે મોત

Share

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અત્યાર સુધી જિલ્લામાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે અને આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. ત્યારે ડીસા તાલુકાના રમુણ ગામ પાસે ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો.

 

[google_ad]

જેમાં ડીસા તરફથી રેતી ભરેલ ડમ્પર નંબર RJ-12-GA-1150નો ચાલક પુર ઝડપે ગફલક ભર્યું ડ્રાઈવિંગ કરી રમુણ ગામ પાસે ગગજીભાઈ અમથાભાઈ ઠાકોર ઉંમર.35 પોતાના ઘરના ઝાંપા પાસે ઉભા હતા તેમને ડમ્પરના ચાલકે અડફેટે લઈ ડમ્પર ગગજીભાઈ ઠાકોર પર ચડાવી નાખ્યું હતું. જેના કારણે ગગજીભાઈના શરીરના કુરચે કુરચા થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું.

Advt

[google_ad]

આ બનાવની જાણ થતાં ગગજીભાઈ ઠાકોરના મોટા ભાઈ રાણાજી અમથાજી ઠાકોર તે તેમજ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો.

[google_ad]

આ અકસ્માતની જાણ આગથળા પોલીસને થતા પોલીસે લાશનો કબજો મેળવી ડીસા સિવિલ પીએમ અર્થે ખસેડાઈ હતી. જ્યારે અકસ્માત સર્જી ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ રાણાજી અમથાજી ઠાકોરે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.

 

From – Banaskantha Update


Share