ડીસામાં ગુજરાતના સૌથી મોટા એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ કરાયું

Share

બનાસકાંઠાના ડીસામાં શનિવારે દેશના બીજા અને ગુજરાતમાં સૌથી મોટા એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. રૂ. 194.25 કરોડના ખર્ચે તૈયાર થયેલ બ્રિજને ભારતના કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ચ્યુલી લોકાર્પણ કર્યું હતું.

[google_ad]

ભારતના પોરબંદરથી આસામના સિલ્ચરને જોડતો ઇસ્ટ-વેસ્ટ ગોલ્ડન કોરિડોર નેશનલ હાઇવે નં.-252 કેન્દ્ર સરકાર રૂ. 194.25 કરોડના ખર્ચે ભારતનો બીજા નંબરનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બન્યો તે પહેલાં બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક માનવામાં આવતાં ડીસામાં ટ્રાફીકનો પ્રશ્ન ખૂબ જ પેચીદો પ્રશ્ન હતો અને વર્ષ-2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ સમસ્યાને બ્રિજ બનાવવાની માંગને પગલે ડીસાના નગરજનોએ ચૂંટણી બહીષ્કારનો નિર્ણય લીધો હતો.

[google_ad]

જેને પગલે તત્કાલીન સાંસદ હરિભાઇ ચૌધરી અને ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડ્યાએ ડીસાના નગરજનોને બ્રિજ બનાવવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારમાં આ બંને નેતાઓની રજૂઆતને પગલે મનસુખભાઇ માંડવીયાએ રૂ. 222 કરોડની ફાળવણી બ્રિજ બનાવવા માટે કરી હતી અને ત્યારબાદ રૂ. 194.25 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવા માટે કામગીરી હાથ ધરાઇ હતી અને બે વર્ષના ટૂંકા ગાળામાં આ બ્રિજની કામગીરી પુરી થઇ ગઇ છે.

[google_ad]

ડીસામાં તૈયાર કરવામાં આવેલા એલિવેટેડ બ્રિજની ખાસિયતની વાત કરવામાં આવે તો આ બ્રિજ ભારતનો બીજા નંબરનો અને ગુજરાતનો સહુથી લાંબો એલિવેટેડ બ્રિજ છે. એલિવેટેડ એટલે કે, ઉપર બ્રિજના સમાંતર નીચે પણ વાહનો ચાલી શકે તે પ્રકારનો બ્રિજ. આ એલિવેટેડ બ્રિજ 105 સિંગલ પિલ્લર પર તૈયાર કરવામાં આવેલો છે. રૂ. 194.25 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજ બનાવવામાં માત્ર બે વર્ષ અને છ માસનો સમયગાળો થયો છે અને આ બ્રિજ તૈયાર થવાથી ન માત્ર ડીસા શહેર પરંતુ કંડલાથી આવતાં માલ વાહક ભારે વાહનોને દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પથી ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સાથેની કનેક્ટિવિટી પણ ઝડપી બની જશે.

[google_ad]

આ ઉપરાંત રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતાં વાહનોનો સમય તો બચશે જ પરંતુ સાથે ઇંધણનો પણ બચાવ થશે. ડીસામાં બ્રિજ બનતાંની સાથે જ હવે નાના-મોટા અકસ્માતો અટકતાં લોકોના જીવ બચશે અને વર્ષોથી હેરાન થતી ટ્રાફીકની સમસ્યામાંથી પણ વાહનચાલકોને છૂટકારો મળશે.

 

From –Banaskantha Update


Share