બનાસકાંઠામાં ભત્રીજા સામે કાકાની જીત થઇ : ગ્રામીણ વિકાસ બેંકની ચૂંટણીમાં ગોવાભાઈ રબારીનો વિજય

Share

ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ તરીકે કોંગ્રેસના ઉમેદવાર ગોવાભાઇ દેસાઇ ફરી મેદાન મારી ગયા છે જ્યારે ભાજપના ઉમેદવાર કલ્યાણ રબારીની હાર થઈ છે.

[google_ad]

આ ચૂંટણીમાં મોટાભાગના મતદારો ભાજપ સમર્થિત હોવા ઉપરાંત આ ચૂંટણીમાં સહકારી દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરી કિંગમેકરની ભૂમિકામાં હોવા છતાં ભાજપના ઉમેદવારની હાર થતા જિલ્લાના સહકારી વર્તુળમાં આશ્ચર્ય સર્જાયું છે.

[google_ad]

ખેતી બેન્કની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ તરીકે આ વખતે છેલ્લા 22 વર્ષથી ડિરેક્ટર તરીકે ચૂંટાતા ગોવાભાઇ દેસાઇ અને ભાજપના ઉમેદવાર તરીકે તેમના કૌટુંબીક ભત્રીજા કલ્યાણ રબારી સામ સામે હતા. આજે અમદાવાદ ખાતે બેંકની વડી કચેરી ખાતે યોજાયેલી ચૂંટણીમાં ગોવાભાઇ દેસાઇને 17 જ્યારે કલ્યાણ રબારીને માત્ર 7 મળ્યા હતા. જ્યારે એક મત રદ થયો હતો.

[google_ad]

ઉલ્લેખનીય છે કે, જિલ્લાના 25 મતદારોમાંથી મોટાભાગના ઉમેદવારો ભાજપ સમર્થિત છે. જિલ્લાની મોટાભાગની સહકારી સંસ્થાઓ પર ભાજપનો કબજો છે. આ ચૂંટણી માટે પ્રદેશના સહકાર વિભાગે શંકરભાઈ ચૌધરીને કમાન સોંપી હતી તેમ છતાં ભાજપના ઉમેદવારનો પરાજય થયો છે જ્યારે છેલ્લા 22 વર્ષથી સતત ડિરેક્ટર તરીકે ચૂંટાતા ગોવાભાઇ દેસાઈ ભાજપના સમર્થનથી જ મેદાન મારી જતા સહકારી વર્તુળોમાં આ પરિણામ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યું છે. ગુજરાત રાજ્ય જમીન વિકાસ બેંકના 19 પૈકી 11 બેઠક અગાઉ બિનહરીફ થઇ હતી જ્યારે બાકીની બેઠકો માટે આજે ચૂંટણી યોજાઈ હતી.

 

From – Banaskantha Update


Share