દિયોદરમાં ખેડૂતોએ ક્રાંતિ યુનિયનના બેનર સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Share

દિયોદરમાં ખેડૂતોએ ક્રાંતિ યુનિયનના બેનર સાથે ઢોલ લઇને નાયબ કલેક્ટર કચેરીમાં જઇ નાયબ કલેકટરને શનિવારે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં પમ્પીંગ ચાલુ કરી કેનાલમાં પાણી આપવા, ખેતીમાં એનર્જી અનફીક્સ ચાર્જમાં રાહત આપવા અને બટાકામાં પોષણક્ષમ ભાવ આપવા રજૂઆત કરાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો સાથે ખેડૂતો ઢોલના તાલે રજૂઆત કરવા પહોંચ્યા હતા. દિયોદરમાં નાયબ કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલીક માંગ પુરી કરવા રજૂઆત કરાઇ છે.

[google_ad]

દિયોદરમાં ખેડૂતોએ ક્રાંતિ યુનિયનના બેનર સાથે ઢોલ લઇને નાયબ કલેક્ટર કચેરી ખાતે જઇ નાયબ કલેક્ટરને શનિવારે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં પમ્પીંગ ચાલુ કરી કેનાલમાં પાણી આપવા, ખેતીમાં એનર્જી અનફીક્સ ચાર્જમાં રાહત આપવા અને બટાકામાં પોષણક્ષમ ભાવ અંગે રજૂઆત કરાઇ હતી. જ્યારે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો સાથે ખેડૂતો ઢોલના તાલે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

[google_ad]

Advt

જ્યારે વરસાદ ખેંચાઇ જતાં ખેડૂતોની ખેતી નિષ્ફળ જવાના આરે છે. ત્યારે ખેતી માટે અત્યંત પાણીની જરૂર પડે છે અને ચાંગા પમ્પીંગમાં પાણી બંધ છે. જેથી તાત્કાલીક પાણી ચાલુ કરવા માટે રજૂઆત કરાઇ છે. ખેડૂતો કલેક્ટર કચેરીએ ધસી જઇ માંગ પુરી કરવા ભારે સૂત્રોચ્ચાર કર્યાં હતા. દિયોદરમાં નાયબ કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલીક માંગ પુરી કરવા રજૂઆત કરાઇ છે.

From –Banaskantha Update


Share