બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓમાં મોટા પાયે શિક્ષકોની ઘટ છે. ઘટને કારણે બાળકોનું ભાવિ અંધકારમય બની રહ્યું છે. આવી રીતે ગુજરાત ભણી રહ્યું છે. કોરોના મહામારીના કારણે બાળકો શાળાએ જઇ શક્યા નહી.
[google_ad]
ત્યારે વાવ તાલુકાની 63 શાળાઓમાં 143 શિક્ષકોની ઘટ છે. જેને લઈ બાળકોનું ભાવિ અંધકારમય બની રહ્યું છે. વાવની કુંડાળીયા શાળામાં ધોરણ- 1 થી 5 માં 7 વાવડી શાળામાં ધોરણ 1 થી 5માં 4, ખીમાણાવાસ શાળામાં ધોરણ 1થી 5માં 4 શિક્ષકોની ઘટ છે.
[google_ad]

વાવ તાલુકાની 63 શાળાઓમાં ધોરણ 1 થી 5માં સૌથી વધુ 74 શિક્ષકોની ઘટ, ભાષામાં 33 શિક્ષકોની ઘટ, ગણિત-વિજ્ઞાનમાં 19 શિક્ષકોની ઘટ, સામાજિક વિજ્ઞાનમાં 17 શિક્ષકોની ઘટ આમ વાવ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8માં 63 શાળાઓમાં 143 શિક્ષકોની ઘટ.
From –Banaskantha Update