ડીસામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ઓવરબ્રિજના નીચેના રોડ પર થીગડાં

Share

ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર બનાવવામાં આવેલા ઓવરબ્રિજ નીચે પિલ્લર ઉભા કરવા તોડવામાં આવેલા રોડને હાલમાં રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ ઉબડ ખાબડ લેવલીંગ વગરના કામ સામે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠયા છે.

[google_ad]

 

અકસ્માત અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવા 200 કરોડ ઉપરાંતના ખર્ચે 100થી વધુ પિલ્લર ધરાવતો એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. પિલ્લર ઉભા કરવા નેશનલ હાઇવે પર ચારે બાજુ 10 ફૂટ જેટલું ખોદકામ કરાવ્યું હતું પરંતુ ઓવરબ્રિજ તૈયાર થતાં એજન્સી દ્વારા પિલ્લર આજુબાજુ ડામર નાખીને હાઇવે રોડનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં રાજમંદિર આસપાસમાં કામ દરમિયાન લેવલ જળવાયું નથી.

[google_ad]

Advt

આ અંગે પરેશ ચાવડાએ જણાવ્યું હતું કે, ડીસાના ઉદ્યોગપતિ દિનેશભાઇ અગ્રવાલ દ્વારા પાલનપુરથી ડીસા સુધીના નેશનલ હાઇવેનું કામ સો ટચ સોના જેવું કર્યું હતું. પરંતુ ઓવરબ્રિજની કામગીરી દરમિયાન ઠેર-ઠેર ખોદીને હાઇવેની હાલત ખરાબ કરી છે. સરકારને અમારી વિનંતી, ઓવરબ્રિજ નીચે હાઇવે નવો બનાવવો જરૂરી છે.

From – Banaskantha Update


Share