ડીસામાં દશામાં વ્રતની તૈયારી શરુ : બજારમાં દશામાંની મૂર્તિનું આગમન

Share

આગામી સમયમાં દશામાંના વ્રતની શરૂઆત થઈ રહી છે. ત્યારે આ વર્ષે દશામાંના વ્રત પર પણ કોરોનાના કહેર વચ્ચે સરકારની ગાઈડ લાઇન પ્રમાણે દશામાંના વ્રતની ઉજવણીઓ કરવામાં આવશે. ત્યારે ડીસાના બજારમાં દશામાંની મૂર્તિનું આગમન થઈ ગયું છે.

[google_ad]

ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા જીલ્લામાં દશામાંના વ્રતનું ખૂબ જ મહત્વ હોય છે. દિવાસાના દિવસથી શરૂ થતાં દશામાંના વ્રતની 10 દિવસ સુધી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને આ 10 દિવસ તહેવાર જેવી રોનક જોવા મળતી હોય છે.પરંતુ 2 વર્ષથી કોરોના વાઇરસને લઈ દશામાંના વ્રતની ઉજવણી ફિક્કી પડી ગઈ છે.

[google_ad]

ચાલુ વર્ષે દશામાંના વ્રતની ડીસા સહિત બનાસકાંઠા જીલ્લામાં તૈયારી શરૂ થઈ છે. ડીસાના બજારોમાં દશામાંની મૂર્તિનું આગમન થયું છે. પરંતુ વર્તમાન સમયમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે હેતુથી દશામાંનું વ્રત કરનાર ભક્તોને ઘરે રહીને જ વ્રતની ઉજવણી કરવાનું અનુરોધ કરવામાં આવ્યો છે.

From – Banaskantha Update


Share