થરાદમાં બાઇકની ઉઠાંતરી કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપ્યા

Share

થરાદમાંથી 11 જુલાઇના રોજ વિજય બિઝનેસ સેન્ટરમાં મેડિકલની દુકાનની બાજુમાં પાર્ક કરેલ બાઇકની ચોરી થવા પામી હતી. પરંતુ બાઇકનો વિમો પુરો થઈ ગયેલ હોઇ જે તે વખતે ફરિયાદ કરી ન હતી. પરંતુ પોલીસે બે શખસોને પકડી પૂછપરછ કરતાં તેમને બાઇકની ચોરી કબૂલી હતી.

[google_ad]

થરાદની ભીમરાવનગર સોસાયટી પાસે રહેતા સુરેશભાઇ ધરમાજી પરમારે 6 વર્ષ પૂર્વે પોતાના મિત્ર સંજયકુમાર ત્રંબકલાલ ત્રિવેદી (રહે.ગાયત્રી મંદિર સામે,થરાદ) પાસેથી પૈસાની લેવડ-દેવડમાં GJ-08-AK-3557 નંબરનું બાઇક રાખ્યું હતું. અને પૈસા આપ્યેથી પરત આપવાનો વાયદો કર્યો હતો. જોકે તે 11 જુલાઇના રવિવારે વિજય બિઝનેસ સેન્ટરમાં મેડિકલની દુકાનની બાજુમાં પાર્ક કરેલું હોઇ ત્યાંથી ચોરી થવા પામી હતી. જે નિયત જગ્યાએ જોવા ન મળતા વ્યાપક શોધખોળ કરી હતી. પરંતુ વિમો પુરો થઈ ગયેલ હોઇ જે તે વખતે ફરિયાદ કરી ન હતી.

[google_ad]

Advt

બીજી બાજુ થરાદ પોલીસે બે ચોર પકડયા હતા. તેમણે પૂછપરછ દરમિયાન રૂ. 35,000ના સંજયકુમારના બાઇકની ચોરીની કબુલાત કરી હતી. આથી પોલીસે અરવિંદભાઈ ઉર્ફે કિરણભાઈ શંકરભાઈ ચૌહાણ (રહે.ધનાણા,તા.સુઈગામ,હાલ રહે.ચાંદરવા,તા.વાવ) તથા વિષ્ણુભાઈ વેરશીભાઈ પરમાર (રહે.મોરીખા,તા.વાવ) અને મફારામ વેલારામ ભાટ (રહે.કિલવા, તા.સાંચોર, જી.ઝાલોર) સામે ગુનો દાખલ કર્યો હતો.

 

From –Banaskantha Update


Share