બનાસકાંઠામાં ખેડૂતોને રાઈ અને દારૂણીના ભેદ વિશે જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરાયો : ખેડૂતોને ખોરાકમાં રાઈના તેલનો ઉપયોગ ટાળવા અપિલ કરાઇ

Share

બનાસકાંઠા જીલ્લામાં એક જ પરિવારના ત્રણ લોકોના એપિડેમિક ડ્રોપ્સીના કારણે મોત થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાઈના છોડ સાથે દારૂડીનો છોડ ભળી જતા પોઈઝન પેદા થતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેને તબીબી ભાષામાં એપિડેમિક ડ્રોપ્સી કહે છે. જે લોકો માટે જીવલેણ સાબિત થાય છે. ત્યારે ખેડૂતોને જાગૃત કરવાના પ્રયાસો શરૂ કરાયા છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લાના ધાનેરાના કુંડી ગામમાં છેલ્લા 10 દિવસ દરમિયાન એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા છે. આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં આ મોત એપિડેમિક ડ્રોપ્સીના કારણે નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

[google_ad]

 

 

એપિડેમિક ડ્રોપ્સી રાઈનું તેલ કાઢતા પહેલા રાઈના છોડ સાથે રાઈ જેવા જ લાગતા દારૂડી નામના જંગલી વનસ્પતિના બીજની ભેળસેળના કારણે બીમારી થાય છે. ભારતમાં સૌ પ્રથમ કેસ 1877માં કલકત્તા, પશ્ચિમ બંગાળ ખાતે નોંધાયો હતો અને મોટો રોગચાળો 1998માં દિલ્લીમાં નોંધાયો હતો. વાત ગુજરાતની કરીએ તો, ગુજરાતમાં ગોધરા અને બનાસકાંઠાના દાંતાવાડા તાલુકામાં કેસ નોંધાયેલા છે. આ રોગ દરેક વયજૂથ અને સ્ત્રી-પુરુષમાં સરખા પ્રમાણમાં જોવા મળે છે. એપેડેમિક ડ્રોપ્સી મે માસથી લઈ નવેમ્બર માસ સુધી વધુ જોવા મળે છે. એપિડેમિક ડ્રોપ્સીના કારણે વ્યકિતના બંને પગમાં સોજો આવવો, શ્વાસ લેવામાં તકલીફ, ઝામર અને હ્રદયની તકલીફ થાય છે.

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લામાં એપિડેમિક ડ્રોપ્સીના કેસ ના વધે તે માટે ખેતીવાડી વિભાગે અને ગ્રામસેવકોએ ખેડૂતોને જાગૃત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. ખાસ કરીને રાઈડાની લણણીનો સમય હોય ત્યારે ખેડૂતો રાઈ અને દારૂણીના છોડનો ભેદ પારખી શકે તે માટે જાગૃત કરવામા આવી રહ્યા છે. સાથે ખેડૂતોને શુદ્ધતાના પ્રમાણપત્ર વગર રાઈનું તેલ ના ખાવા પણ તાકીદ કરવામા આવી છે.

From –Banaskantha Update


Share